Budget 2023- આ વખતે સરકાર બજેટમાં નવા પ્રકારની ટ્રેનને લઈને મોટી જાહેરાત કરી શકે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હાઈડ્રોજન ટ્રેનની જાહેરાત થઈ શકે છે અને પહેલી ટ્રેન પણ આ વર્ષના અંત સુધીમાં દોડાવવામાં આવી શકે છે. હાઇડ્રોજન પર ચાલતી આ ટ્રેન પર્યાવરણને અનુકૂળ અને પ્રદૂષણ મુક્ત હશે. આ સમાચાર પર વધુ વિગતો આપતા, CNBC-આવાઝના દીપાલી નંદાએ જણાવ્યું કે, રેલવે બોર્ડે પહેલાથી જ અલગ-અલગ ઝોનલ રેલવેને લગભગ 20 ટ્રેનો બનાવવાની સૂચના આપી છે.

