Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં રિકવરી સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડા સાથે કારોબાર

સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતોમાં ફરી રિકવરી આવતી જોવા મળી રહી છે. જ્યાં કિંમતો લગભગ બે ટકાની તેજી સાથે 219 પાર પહોંચતી જોવા મળી રહી છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 20, 2023 પર 6:54 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં રિકવરી સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડા સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં રિકવરી સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડા સાથે કારોબાર

સોનાના કારોબારમાં મામુલી ખરીદી સાથેનો કારોબાર જોવા મળ્યો. દિવસના અંતે સોનાની શરૂઆતી કારોબારની સેફ હેવન ડિમાન્ડમાં ઓછી થતી જોવા મળી. ત્યારે સ્થાનિક બજારમાં સોનામાં ફ્લેટ ટૂ પોઝિટીવ કારોબાર જોવા મળ્યો. તો વૈશ્વિક બજારમાં મામૂલી તેજી સાથે કિંમતો 1980ના સ્તરને પાર જોવા મળી રહી છે.

સોનાના પગલે ચાંદીમાં પણ ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં વૈશ્વિક બજારમાં કિંમતો 25 ડૉલર પર યથાવત્ જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં કિંમતો 76,500 આસપાસ જોવા મળી છે.

યૂએસ ઇન્વેન્ટરીમાં અનુમાન કરતા ઓછો ઘટાડા અને હેવી સમર સિઝનમાં પણ યૂએસ તરફથી નબળી માગના કારણે ક્રૂડની કિંમતોને સપોર્ટ મળતો જોવા મળ્યો. જ્યાં બ્રેન્ટનો ભાવ 80 ડૉલર પ્રતિ બેરલની નજીક જોવા મળ્યો તો nymex પણ 75 ડૉલર ઉપર કિંમતો જોવા મળી રહી છે. જ્યારે સ્થાનિક બજારમાં કિંમતોમાં મામુલી તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો.

સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતોમાં ફરી રિકવરી આવતી જોવા મળી રહી છે. જ્યાં કિંમતો લગભગ બે ટકાની તેજી સાથે 219 પાર પહોંચતી જોવા મળી રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો