Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડા સાથે કારોબાર

સ્થાનિક બજારમાં નેચરલ ગેસે પણ શરૂઆતી તેજી ગુમાવી અને પા ટકાના ઘટાડા સાથે ભાવ 221 પર જોવા મળ્યો.

MoneyControl Newsઅપડેટેડ Jul 26, 2023 પર 5:57 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડા સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડા સાથે કારોબાર

ફેડના વ્યાજ દરને લઈ નિર્ણય પહેલા સોનામાં તેજી સાથે કારોબાર જોવા મળ્યો, અહીં કોમેક્સ પર 1972 ડૉલરના સ્તરે કિંમતો પહોંચી તો, સ્થાનિક બજારમાં નીચલા સ્તરેથી રિકવરી આવતા અડધા ટકાની તેજી જોવા મળી.

ચાંદીમાં પણ મામુલી તેજી સાથેનો કારોબાર નોંધાયો, જ્યાં સ્થાનિક બજારમાં પા ટકાની તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો તો વૈશ્વિક બજારમાં ભાવ 25 ડૉલરની નીચે યથાવત્ છે.

શરૂઆતી તેજી બાદ ક્રૂડમાં ખાસુ દબાણ આવતું જોવા મળ્યું. જ્યાં સ્થાનિક બજારમાં લગભગ એક ટકાના ઘટાડા સાથે કિંમત 6468ના સ્તરની નજીક જોવા મળી. તો બ્રેન્ટનો ભાવ પણ એક ટકા ઘટીને 83 ડૉલરની નીચે પહોંચ્યો. તો નાઇમેક્સ ક્રૂડમાં એક ટકાનો ઘટાડો જોવા મળ્યો.

સ્થાનિક બજારમાં નેચરલ ગેસે પણ શરૂઆતી તેજી ગુમાવી અને પા ટકાના ઘટાડા સાથે ભાવ 221 પર જોવા મળ્યો.

બધા સમાચાર

+ વધુુ વાંચો