Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં નબળાઈ સાથે કારોબાર, ક્રૂડમાં રિકવી સાથે કારોબાર

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં અડધા ટકાથી વધુના ઘટાડા સાથે 214ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી જોવા મળી રહી છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 19, 2023 પર 6:39 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં નબળાઈ સાથે કારોબાર, ક્રૂડમાં રિકવી સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં નબળાઈ સાથે કારોબાર, ક્રૂડમાં રિકવી સાથે કારોબાર

ડૉલર ઇન્ડેક્સમાં રિકવરી આવતા સોનામાં ફ્લેટ કારોબાર જોવા મળ્યો, અહીં કોમેક્સ પર ભાવ 1978 ડૉલરની આસપાસ રહ્યા, તો સ્થાનિક બજારમાં 59,741 રૂપિયાના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે.

ચાંદીમાં પણ શરૂઆતી કારોબારની તેજી બાદ ઉપરના સ્તરેથી દબાણ બનતું જોવા મળ્યું, અહીં વૈશ્વિક બજારમાં ભાવ 25 ડૉલરની પાસે રહ્યા, તો સ્થાનિક બજારમાં 76,110 રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર નોંધાઈ રહ્યો છે.

ક્રૂડ ઓઈલમાં નીચેના સ્તરેથી રીકવરી આવતી જોવા મળી રહી છે. જ્યાં બ્રેન્ટના ભાવ 80 ડૉલર પાસે બંધ થતા જોવા મળ્યા. તો NYMEXમાં પણ મામૂલી તેજી સાથે 75 ડૉલર ઉપર કારોબાર કરી રહી છે. તો સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ પોઝિટીવ કારોબાર જોવા મળ્યો. તો હવે બજારની નજર આજે જાહેર થનાર EIAનાં આંકડાઓ પર બનેલી છે.

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં અડધા ટકાથી વધુના ઘટાડા સાથે 214ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી જોવા મળી રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો