Get App

કમોડિટી લાઈવ: ક્રૂડમાં દબાણ સાથેનો કારોબાર, સોના-ચાંદીમાં નિઝિટીવ એક્શન

2જી જૂન સુધી US નેચરલ ગેસનો સ્ટોક 104 bcfથી વધ્યો છે, જેનો સપોર્ટ મળતા સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતોમાં આશરે અડધા ટકાથી વધુની મજબૂતી સાથે 188ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Jun 12, 2023 પર 1:33 PM
કમોડિટી લાઈવ: ક્રૂડમાં દબાણ સાથેનો કારોબાર, સોના-ચાંદીમાં નિઝિટીવ એક્શનકમોડિટી લાઈવ: ક્રૂડમાં દબાણ સાથેનો કારોબાર, સોના-ચાંદીમાં નિઝિટીવ એક્શન

ફેડની બેઠક પહેલા સોનાની ચમક ઘટતી દેખાઈ, જ્યાં કોમેક્સ પર સોનું 1957 ડૉલરની આસપાસ રહ્યું, તો સ્થાનિક બજારમાં 59,691 રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

ચાંદીમાં પણ રેન્જબાઉન્ડ કારોબાર રહેતો દેખાયો, અહીં વૈશ્વિક બજારમાં ભાવ 25 ડૉલરની નીચે યથાવત્ છે, તો સ્થાનિક બજારમાં 73,334 રૂપિયાના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે.

ચાઈના તરફથી નબળા આંકડાઓના કારણે માગ ઘટવાની આશંકાએ ક્રૂડ ઓઈલમાં દબાણ વધતું દેખાયું, જ્યાં બ્રેન્ટના ભાવ 74 ડૉલરની નીચે આવ્યા, તો nymex ક્રૂડ અને સ્થાનિક બજારમાં આશરે એક ટકાથી વધુની નરમાશ જોવા મળી રહી છે. US ફેડની બેઠક પર હવે બજારની નજર બનેલી છે.

2જી જૂન સુધી US નેચરલ ગેસનો સ્ટોક 104 bcfથી વધ્યો છે, જેનો સપોર્ટ મળતા સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતોમાં આશરે અડધા ટકાથી વધુની મજબૂતી સાથે 188ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો