Get App

કમોડિટી લાઈવ: ક્રૂડમાં દબાણ, બ્રેન્ટ $72ની નીચે, સોના-ચાંદીમાં સુસ્ત કારોબાર

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં લગભગ અડધા ટકાનું દબાણ રહેતા કિંમતો 232ના સ્તરની આસપાસ પહોંચતી જોવા મળી રહી છે.

MoneyControl Newsઅપડેટેડ Jun 28, 2023 પર 2:09 PM
કમોડિટી લાઈવ: ક્રૂડમાં દબાણ, બ્રેન્ટ $72ની નીચે, સોના-ચાંદીમાં સુસ્ત કારોબારકમોડિટી લાઈવ: ક્રૂડમાં દબાણ, બ્રેન્ટ $72ની નીચે, સોના-ચાંદીમાં સુસ્ત કારોબાર
ખેડૂતોને મોટી રાહત આપવાની તૈયારી. શેરડી ખરીદની કિંમતમાં 10 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો થઈ શકે છે વધારો.

આ સપ્તાહે આવનાર US અર્થતંત્રનાં આંકડા પહેલા સોનામાં ફ્લેટ કામકાજ જોવા મળી રહ્યો છે, અહીં COMEX પર સોનું 1915 ડૉલરના સ્તરની પાસે રહ્યું, તો સ્થાનિક બજારમાં 58,168 રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

ચાંદીમાં પણ રેન્જબાઉન્ડ કારોબાર રહેતા વૈશ્વિક બજારમાં ભાવ 22 ડૉલરની પાસે રહ્યા, તો સ્થાનિક બજારમાં 69,428 રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

બેઝ મેટલ્સમાં ફરી દબાણ સાથેનો કારોબાર જોવા મળ્યો, અહીં ડૉલર ઇન્ડેક્સમાં રિકવરી અને વ્યાજ દરમાં વધારાની આશંકાએ કિંમતો પર દબાણ બની રહ્યું છે. સ્થાનિક અને વૈશ્વિક બન્ને બજારોમાં દબાણ સાથેનું કામકાજ જોવા મળી રહ્યું છે.

US ઇન્વેન્ટરીમાં અનુમાન કરતા વધુના ઘટાડાના કારણે ક્રૂડની કિંમતોમાં રિકવરી રહી, પણ વ્યાજ દરમાં વધારાની આશંકાના કારણે તેજી સિમિત રહેતી દેખાઈ, જ્યાં બ્રેન્ટમાં 72 ડૉલરની ઉપર કારોબાર જોવા મળ્યો, તો NYMEX ક્રૂડમાં આશરે અડધા ટકાની મજબૂતી જોવા મળી. ઉલ્લેખનિય છે કે USમાં ક્રૂડની ઇન્વેન્ટરી 2.4 મિલિયન બેરલ પ્રતિ દિવસથી ઘટતી જોવા મળી, જેને કારણે ક્રૂડની કિંમતો પર અસર દેખાઈ રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો