આ સપ્તાહે નોન એગ્રી કૉમોડિટી પર ફોકસ વધારે રહ્યું, જ્યાં વૈશ્વિક અર્થતંત્રની ખરાબ પરિસ્થિતિના કારણે રેટિંગ એજન્સીઓ દ્વારા રેટિંગ ઘટાડવાથી કૉમોડિટીના સેન્ટીમેન્ટ પર પણ અસર જોવા મળી, ક્રૂડ ઓઈલમાં વોલેટાઈલ કારોબાર સાથે સપ્તાહના અંગે બ્રેન્ટ 85 ડૉલરની ઉપર સ્થિર રહ્યો, જોકે સોના-ચાંદીની ચમક સમગ્ર સપ્તાહ દરમિયાન ફીકી રહી, પણ ચાઈના તરફથી રાહત પેકેજ મળવાની આશાએ બેઝ મેટલ્સમાં રેન્જબાઉન્ડ કારોબાર દેખાયો છે.

