તો વૈશ્વિક બજારમાં સોનામાં આજે ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે. તો સ્થાનિક બજારમાં અડધા ટકાથી વધારેના દબાણ સાથેનો કારોબાર જોવા મળ્યો. માર્કેટના રોકાણકારો US ફડરલ રિઝર્વ મોનેટરી પોલિસી માટેના સંકેતો માટે હવે આવતીકાલે આવનારા USના નોન-ફાર્મ પેરોલ ડેટાની રાહ જોઇ રહ્યાં છે.
તો સોનાના પગલે ચાંદીમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. જેમાં સ્થાનિક બજારમાં ચાંદીમાં અડધા ટકાના દબાણ સાથે 71687ના સ્તરની નજીક કારોબાર જોવા મળ્યો. તો વૈશ્વિક સ્તરે મામુલી તેજી સાથે ભાવ 23.5 ડૉલરની નજીક જોવા મળ્યો.
તો નેચરલ ગેસમાં પણ આજે દબાણ સાથેનો કારોબાર થઇ રહ્યો છે. જ્યાં સ્થાનિક બજારમાં ભાવ બે ટકાથી વધારે ઘટીને 186 ની નજીક જોવા મળી રહ્યો છે.
નજર કરીએ મેટલ ઉપર તો નબળા ડૉલર ઇન્ડેક્સના કારણે આજે એશિયન ટ્રેડમાં LME પર કોપરમાં તેજી જોવા મળી છે. ત્રણ મહિનાનો કોપર કોન્ટ્રાક્ટ 1 ટકા વધીને $8,180.00 પ્રતિ ટન પર નોંધાયો. તો લેડ સિવાય અન્ય બેઝ મેટલ્સમાં પણ આજે તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.