Get App

Havells Q4 Result: માર્ચ ક્વાર્ટરમાં નફો 1.6% વધ્યો, આવકમાં પણ વધારો

આ ક્વાર્ટરમાં Havells નો નફો વર્ષના આધાર પર 1.6 ટકા વધ્યો છે જ્યારે આવકમાં 9.8 ટકાનો વધારો આવ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ May 03, 2023 પર 5:28 PM
Havells Q4 Result: માર્ચ ક્વાર્ટરમાં નફો 1.6% વધ્યો, આવકમાં પણ વધારોHavells Q4 Result: માર્ચ ક્વાર્ટરમાં નફો 1.6% વધ્યો, આવકમાં પણ વધારો
માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 1.6 ટકા વધીને 358 કરોડ રૂપિયા પર રહ્યા છે

Havells Q4 Result: Havells એ 03 મેના નાણાકીય વર્ષ 2022-23 ના ચોથા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 માર્ચ 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 1.6 ટકા વધ્યો છે જ્યારે આવકમાં 9.8 ટકાનો વધારો આવ્યો છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 1.6 ટકા વધીને 358 કરોડ રૂપિયા પર રહ્યા છે જ્યારે છેલ્લા નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીનો નફો 353 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV18 ની પોલમાં કંપનીનો નફો 353 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ દર વર્ષના આધાર પર 9.8 ટકા વધીને 4,859.2 કરોડ રૂપિયા પહી છે જો કે ગત નાણાકીય વર્ષ આ સમયમાં કંપનીની આવક 4,426.3 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 4799 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં કંપનીના એબિટા 1.4 ટકાના વધારાની સાથે 527.2 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે છેલ્લા નાણાકીય વર્ષના આ સમયમાં 520 કરોડ રૂપિયા પર હતા. જો કે CNBC-TV18 ના પોલમાં 512 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

ચોથા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન છેલ્લા ક્વાર્ટરના 11.8 ટકાથી વધીને 10.8 ટકા પર આવી ગયા છે. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 10 ટકા પર રહેવાનું અનુમાન કર્યુ હતુ.

બધા સમાચાર

+ વધુુ વાંચો