ONGC Q4 Result: નેટ પ્રોફિટ 53 ટકા ઘટીને 5,701 કરોડ રૂપિયા, ટેકસ વિવાદ માટે પ્રોવિઝન્સથી ઘટ્યો નફો - ONGC Q4 Result: Net profit down 53 percent to Rs 5,701 crore, profit reduced by provisions for tax dispute | Moneycontrol Gujarati
Get App

ONGC Q4 Result: નેટ પ્રોફિટ 53 ટકા ઘટીને 5,701 કરોડ રૂપિયા, ટેકસ વિવાદ માટે પ્રોવિઝન્સથી ઘટ્યો નફો

ONGCના નાણાકીય વર્ષ 2023ના ચોથા ક્વાર્ટરમાં કંસોલિડેટેડ નેટ પ્રોફિટ વર્ષના સમાન ક્વાર્ટરમાં 12061.44 કરોડ રૂપિયાથી 53 ટકાનો ઘટાડો5701 કરોડ રૂપિયા રહ્યા છે. Q4FY23માં કંપનીના કંસોલિડેટેડ કુલ આવક એક વર્ષ પહેલાના ક્વાર્ટરમાં 158,660.49 કરોડ રૂપિયાથી વધીને 166,728.80 કરોડ રૂપિયા પર રહ્યો છે.

અપડેટેડ 01:36:07 PM May 27, 2023 પર
Story continues below Advertisement

સરકારી કંપની ઑઈલ એન્ડ નેચુરલ ગેસ કૉર્પોરેશન (Oil Natural Gas Corporation (ONGC)ના નાણાકીય વર્ષ 2023 ના ચોથા ક્વાર્ટરમાં કંસોલિડેટેડ નેટ પ્રોફિટ 53 ટકાના ઘટાડા સાથે 5701 કરોડ રૂપિયા રહ્યા છે. જ્યારે એક વર્ષના પહેલા સમાન ક્વાર્ટરમાં કંપનીનો નફો 12061.44 કરોડ રૂપિયા રહ્યો હતો. કંપનીના Q4FY23માં કંસોલિડેટેડ કુલ આવક વધીને 166,728.80 કરોડ રૂપિયા પર રહી હતી. જો કે એક વર્ષ પહેલાના ક્વાર્ટરમાં 158,660.49 કરોડ રૂપિયા રહી હતી. સ્ટેન્ડઅલોન આધાર પર નજર કરે તો કંપનીએ માર્ચ 2023 (Q4Fy23)એ સમાપ્ત ચોથા ક્વાર્ટર માટે 248 કરોડ રૂપિયાનો નેટ ખોટ દર્જ કરી છે. જ્યારે ગત વર્ષના સમાન ગાળામાં કંપનીએ 8860 કરોડ રૂપિયાનું નેટ પ્રોફિટ દર્જ કર્યા હતો.

સરકાર દ્વાર સંચાલિત તેલ અને ગેસ કંપની માટે સ્ટેન્ડઅલોન ગ્રોસ રેવેન્યૂ 5.2 ટકા વધીને 36,293 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જો કે એક વર્ષ પહેલાના સમય ગાળમાં 34,497 કરોડ રૂપિયા રહ્યા હતા.

કંપનીઓ કહ્યું છે કે 1 એપ્રલિ, 2016 થી 31 માર્ચ, 2023 ની વચ્ચેના સમાન ગાળામાં રૉયલ્ટી અને તેના પર વ્યાજ પર વિવાદિત સેવા કરી અને જીએસટી માટે ક્વાર્ટરમાં કર્યા 12,107 કરોડ રૂપિયાના પ્રેવિઝન્સને કારણે તેના નફા પર અસર થઈ છે.


કંપનીએ તે પણ કહ્યું છે કે એક વિવેકપૂર્ણ પગલાના રૂપમાં કર્યા છે. કંપની આગળ "તેના પર કાનૂની સલાહના આધાર પર વિભન્ન ફોરમના સમક્ષ આ રીતે વિવાદિત કેસ પર લડાઈને ચાલૂ રાખશે."

કંપનીના બોર્ડમાં નાણાકીય વર્ષ 2022-23 માટે 0.5 ટકા ઈક્વિટી શેરના ફાઈનલ ડિવિડેન્ડની ભલામણી કરી છે. નાણાકીય વર્ષ 23 માટે કુલ ડિવિડેન્ડ 225 ટકા (5 રૂપિયા ફેસ વેલ્યૂના પ્રતિ શરે પર 11.25 રૂપિયા) રહેશે. જેના માટે કંપનીની કુલ ખર્ય 14,153 કરોડ રૂપિયા કરવાનું રહેશે. તેમાં વર્ષના દરમિયાન પહેલાથી ખર્ચ કર્યા 215 ટકા (10.75 રૂપિયા પ્રતિ શેર)ના અંતરિમ ડિવિડેન્ડ પણ શામેલ છે.

નાણાકીય વર્ષ 2022-23ના દરમિાયન ONGCએ કુલ આઠ ભંડાર ખોલવાની જાહેરાત કરી છે. તેના પાંચ જમીન પર છે અને ત્રણ દરિયામાં છે. તેમાંતી ત્રણ પ્રૉસ્પેક્ટસ છે (બે જમીન પર અને એક દરિયામાં), જ્યારે પાંચ પૂલ (ત્રણ જમીન પર અને બે દરિયામાં) છે.

ક્વાર્ટર માટે કાચ્ચા તેલ (નૉમિનેટેડ)ના રિયલાઈઝેશન 77.12 ડૉલર પ્રતિ બેરલ રહ્યા છે. જો ગત વર્ષના આ ગાળામાં દરમિયાન 94.98 ડૉલર પ્રતિ બેરલના રિયલાઈઝેશનની સરખામણીમાં 18.8 ટકા ઓછી છે.

જ્યારે રૂપિયાના સંદર્ભમાં સરેરાસ કાચ્ચા તેલના રિયલાઈઝેશન 6344 રૂપિયા પ્રતિ બેરલ રહ્યા છે. જેમાં વર્ષના આધાર પર 11.2 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

ડિસ્ક્લેમર: આ આપેલી જાણકારી માત્ર સુચના હેત આપવામાં આવે છે. આ બતાવું જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખિમોના અધિન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હમેશા એક્સપર્ટથી સલાહ લો. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની ક્યારે પણ સલાહ આપવામાં નહીં આવે.

MoneyControl News

MoneyControl News

First Published: May 27, 2023 1:36 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.