દિલ્હીની આમ આદમી પાર્ટીને સોમવારે એટલે કે 10 એપ્રિલ 2023ના રોજ રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો છે. 10 એપ્રિલે ચૂંટણી પંચે તમામ રાષ્ટ્રીય અને રાજ્ય લેવલે પક્ષોની લિસ્ટ જાહેર કરી છે. આ લિસ્ટ અનુસાર દેશમાં હવે છ રાષ્ટ્રીય પક્ષો છે. હવે ભાજપ, કોંગ્રેસ, BSP, CPI(M), NPP અને આમ આદમી પાર્ટી દેશના છ રાષ્ટ્રીય પક્ષો છે.

