પેન્ટાગોનના રિપોર્ટમાં જણાવ્યાં અનુસાર ચીન 2035 સુધીમાં લગભગ 1,000 થી વધુ પરમાણુ હથિયારો બનાવવાની યોજના બનાવી રહ્યું છે. હાલમાં ચીનના પરમાણુ હથિયારોની અંદાજિત સંખ્યા 400ની આસપાસ છે. ચીનની મહત્વાકાંક્ષી સૈન્ય શક્તિ વિસ્તરણ યોજનાઓ પર કોંગ્રેસ સમક્ષ રજૂ કરવામાં આવેલા તેના વાર્ષિક અહેવાલમાં બેઇજિંગે તેના પરમાણુ દળોને આધુનિક બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

