GUJARAT ELECTIONS 2022: વિધાનસભાની ચૂંટણીઓ માટે ગુજરાતનું ચૂંટણી તંત્ર સંપૂર્ણ સુસજ્જ છે. 19 જિલ્લાઓની 89 બેઠકો માટે તા.1લી ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં મતદાન યોજાશે અને 14 જિલ્લાની 93 બેઠકો માટે તા.5મી ડિસેમ્બરે બીજા તબક્કામાં મતદાન યોજાશે. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું હતું કે, બન્ને તબક્કાના મતદાન માટે મતદાન મથકો અને મતદાન સ્ટાફનું જરૂરી તમામ આયોજન થઈ ગયું છે. ચૂંટણીમાં ઉપયોગમાં લેવાના ઈવીએમ અને વીવીપેટ પણ તૈયાર થઈ ગયા છે. તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી લેવામાં આવી છે.

