Happy Birthday Bumrah: આજનો દિવસ એટલે કે 6ડિસેમ્બર ભારતીય ક્રિકેટ માટે ખૂબ જ ખાસ છે. ટીમ ઈન્ડિયા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઝંડો લહેરાવનાર વિસ્ફોટક બોલર અને “યોર્કર કિંગ” જસપ્રીત બુમરાહનો આજે જન્મદિવસ છે. ગુજરાતના અમદાવાદમાં 6ડિસેમ્બર 1993ના રોજ જન્મેલા જસપ્રીત બુમરાહ આજે કોઈ ઓળખ પર નિર્ભર નથી. દેશ વિદેશમાં દરેક જગ્યાએ તેની બોલિંગની ચર્ચા છે. બુમરાહ હાલમાં ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે, પરંતુ તે ટૂંક સમયમાં વાપસી કરશે.

