ટિકિટ ન મળવાને લઇ નીતિન પટેલનું મોટું નિવેદન, કહ્યું- મારી લોકપ્રિયતાથી કેટલાકને ઈર્ષા - nitin patel shocking statement on not contesting elections news | Moneycontrol Gujarati
Get App

ટિકિટ ન મળવાને લઇ નીતિન પટેલનું મોટું નિવેદન, કહ્યું- મારી લોકપ્રિયતાથી કેટલાકને ઈર્ષા

મહેસાણા ખાતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મહત્વનું નિવેદન આપ્યું, જેમ બાળકને નજર ન લાગે એ માટે માતાઓ કાળું ટપકું લગાવે છે એમ મને કોઈકે થોડું થોડું કાળું ટપકું લગાવ્યું

અપડેટેડ 12:29:13 PM Nov 19, 2022 પર
Story continues below Advertisement

GUJARAT ELECTIONS 2022: મહેસાણા ખાતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. પૂર્વ ડે. સીએમ નીતિન પટેલે કહ્યું કે, જ્યારે નિરીક્ષકો ઉમેદવારનું ફોર્મ લેતા હતા કે કોની કોની ઈચ્છા છે, ત્યારે ઘણા લોકોએ થોડી થોડી રજુઆત આપી હતી. કોઈને તો ફોર્મ નહોતું ભરવું પણ તોય લોકોએ ફોન કરીને કરીને બોલાવ્યા હતા. મારી લોકપ્રિયતાને કેટલાક લોકો ઈર્ષાથી જોતા હતા. મેં અગાઉ પણ કહ્યું છે આજે પણ કહું આપણું રૂપાળું બાળક હોય તો આપણી માતાઓ તેને કાળી ટીલી કરે છે. મનેય કોઈને ને કોઈએ કાળું ટપકું લગાવ્યું છે. તમને જણાવી દઈએ કે, આ વખતે નીતિન પટેલને પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી નથી.

નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું કે, “નીતિનભાઈની લોકપ્રિયતાને કેટલાક લોકો ઈર્ષાથી જોતા હતા. જેમ બાળકને નજર ન લાગે એ માટે માતાઓ કાળું ટપકું લગાવે છે એમ મને કોઈકે થોડું થોડું કાળું ટપકું લગાવ્યું.” વધુમાં નીતિન પટેલે કહ્યું કે, “એવો કોઈ વ્યક્તિ નથી કે જેને આ બધા તબક્કાથી પસાર ન થવું પડે. કેટલાક લોકોને લાગતું હશે કે નીતિનભાઈએ મુકેશભાઈને ચાર્જ સોંપ્યો. આ ચાર્જ હું પ્રેમથી આપું છું, વિશ્વાસ સાથે આપું છું. પાર્લામેન્ટ્રી બોર્ડમાં મને ઉમેદવાર અંગે પૂછ્યું હતું. ભાજપ પ્રમુખ CR પાટીલ અને રત્નાકરજીએ મને પૂછ્યું હતું. મને પૂછવામાં આવ્યું હતું કે મહેસાણામાં તમે કોને ઉમેદવાર બનાવવા ઈચ્છો છો? જ્યારે નિરીક્ષકો આવ્યા ત્યારે ઘણાએ થોડી થોડી રજૂઆતો આપી હતી. મને અત્યાર સુધી પક્ષે જે કંઈ આપ્યું છે તે નાનું સુનું ન હતું. માટે હું પાર્ટીનો આભાર વ્યક્ત કરું છું.”

આ પણ વાંચો - ગુજરાતમાં ભાજપ માટે બળવાખોર નેતાઓ બનશે સંકટ, આ બેઠકો પર લડી રહ્યા છે અપક્ષ

તમને જણાવી દઇએ કે, આ વખતે મહેસાણા બેઠક આ ચૂંટણી સૌથી વધુ ચર્ચાસ્પદ બની છે, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જગ્યાએ ભાજપે મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ પટેલને ટિકિટ આપી છે. આ સીટ પર એવુ માનવમાં આવે છે કે, 1960 પછી ચૂંટણી અને પેટા ચૂંટણી સહિત 14 વાર ચૂંટણી યોજાઈ છે જેમાં સૌથી વધુવાર વિજય ભાજપનો થયો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 18, 2022 5:27 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.