Gujarat Elections 2022: ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર રીવાબા જાડેજાએ શનિવારે તેમના પતિ અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ઉમેદવારી નોંધાવવાનો અનુભવ શેર કરતા તેમણે કહ્યું કે, તેમના માટે એ ભાવનાત્મક ક્ષણ હતી. રિવાબા ગુજરાતની જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

