લોકસભા ચૂંટણી પૂરી થીઇ છે. ભાજપ અને એનડીએને જીત મળી છે. અબકીબાર 300 કે પાર જે એમનું સુત્ર હતું. છેલ્લા 5 વર્ષમાં મોદી સરકારે હઉસિંગમાં ઘણા બધા બદલાવ કર્યા છે. તો પણ ઘર વેચાણમાં પીકઅપ નથી મળી રહ્યું. આગળ જાણકારી લઇએ CREDAIનાં પ્રેસિડન્ટ જક્ષય શાહ અને આરઆર ગ્લોબલનાં એમડી શ્રીગોપાલ કાબરા અને સાથે જ જોડાશે NAREDCOનાં પ્રેસિડન્ટ નિરંજન હિરાનંદાણી પાસેથી.
સત્તા પુનરાવર્તનથી રિયલ એસ્ટેટને શું મળશે? નવી સરકાર પ્રાપર્ટી માર્કેટને આપી શકશે બુસ્ટ? રિયલ એસ્ટેટની નવી સરકારથી કવી અપેક્ષા રાખવી જોઇએ?
પાછલા 5 વર્ષમાં રિયલ એસ્ટેટ માટે થયેલા કામ છે. કાળાનાણાંનું એપીસેન્ટર ગણાતા રિયલ એસ્ટેટને ઓર્ગેનાઇઝ સેક્ટર બનાવાયુ છે. રિયલ એસ્ટટ પર અસર કરનારી પોલિસીઓ છે. ડિમોનીટાઇઝેશન, રેરા, જીએસટી, બેનામી ટ્રાન્ઝેકશન પ્રોહીબિશન એક્ટ, બેન્કરપ્સી કોડ.
રેરા દ્વારા રિયલ એસ્ટેટને મળી પારદર્શિતા છે. શરૂઆતમાં થોડી તકલીફો પણ લાંબાગાળાનો લાભ જોવાયો છે. ઇન્ફ્રા ડેવલપમેન્ટ પર ધ્યાન અપાયુ છે. બજેટમાં એનઆઈસીએ (નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ઓથોરિટી) માટે મોટી રકમ ફાળવવામાં આવી છે. આ કોરીડરની આસપાસ રિયલ એસ્ટેટનો સારો ગ્રોથ થશે.
2018માં હોમ બાયર્સને ફાયનાન્શિયલ ક્રેડિટરનો દરજ્જો અપાયો છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆત થઇ છે. અફોર્ડેબલ હાઉસિંગને પ્રોત્સાહન છે. સ્માર્ટ સિટીનો વિકાસ કરવામાં આવ્યો છે.
PMAY યોજનાની સબસિડી પ્રક્રિયા ઝડપી કરાશે. ઘર ખરીદનારનાં હિતોની રક્ષાને મહત્વ છે. હાઉસિંગ ફોર ઓલ પર ફોકસ છે. 2022 સુધી દરેકને ઘર મળી શકશે. અત્યાર સુધી શહેરોમાં 15 લાખ ઘર બન્યા છે. 75 લાખ ઘર મંજૂર થયા છે. 2022 સુધી 2 કરોડ ઘર બનાવવાનું લક્ષ્ય છે. એલઆઈજી અને એમઆઈજી ઘર ખરીદારોને મળશે ઝડપી સબસિડી છે. લાંબા વખતથી અટકેલા પ્રોજેક્ટ ને શરૂ કરવાનો રોડમેપ. ન્યુ અર્બન પોલિસી પર કામ થશે. શહેરોમાં સેટેલાઇટ ટાઉન અને સિટી સેન્ટર બનાવાશે.