જમીન પરનો જીએસટી બાદ થયા બાદ 12 ટકા જીએસટી લાગે છે. જમીનની દસ્તાવેજ પર કોઇ જીએસટી નહી લાગે છે. 10 લાખનાં કંશટ્રક્શન અગ્રીમેન્ટ પર 18 ટકા જીએસટી લાગશે. 1 જુલાઇએ જીએસટીને પુરૂ થયુ 1 વર્ષ. એક દેશમાં એક ટેક્સ-જીએસટી. રિયલ એસ્ટેટમાં જીએસટી હજુ સેટ નથી શક્યું છે. રિયલ એસ્ટેટમાં જીએસટી માટે ઘણા બધા જુદા જુદા નિયમો છે.
જમીનની કિંમત પર જીએસટી લાગતો નથી. ઓસી બાદ જીએસટી લાગતો નથી. ડેવલપર દ્વારા જીએસટીનો ખર્ચ સામે અમુક ડિસ્કાઉન્ટ અપાય છે. અમૂક ડેવલપર બોક્સ પ્રાઇસ ઓફર કરી રહ્યાં છે. ફ્લેટ લેતી વખતે તમારી અફોર્ડિબિલિટી જોઇ લેવી છે.
કાંદિવલી એરિયામાં 1200 SqfTનું ઘર છે, જેની વેલ્યુ 2.5 Cr છે. જે વેચી મારે બાન્દ્રા આસપાસ ઘર લેવુ છે તો કેટલા SqFtનું મળી શકે? અને આ બજેટમાં મળી શકે?
કાંદિવલીની કિંમતમાં બાન્દરામાં ફ્લેટ ન મળી શકે છે. બાન્દ્રામાં જુની બિલ્ડિગમાં રૂપિયા 40-50 હજાર પ્રતિ SqFtની કિંમત ચાલે છે. બાન્દ્રા નોર્થમાં તમને વિકલ્પો મળી શકે છે. શિવાલિક ગ્રુપનો અફોર્ડેબલ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ પ્રોજેક્ટ 4 વર્ષમાં પુરો થઇ શકે છે. જુની બિલ્ડિંગ અથવા કોમ્પેક્ટ ફ્લેટમાં જવુ પડશે.
બે વર્ષ થી અંધેરી વેસ્ટમાં 1BHK ઘર વેચવાની કોશિષ કરૂ છુ પણ ભાવ મળતો જ નથી એના કારણે હુ નવુ ઘર લઇ નથી શકતો. શું કોઇ ઉછાળો ભાવમાં આવી શકે એમ છે? અને હાલનો અંધેરીનો ભાવ શું છે?
જુની બિલ્ડંગમાં ઘર વેચાવા મુશ્કેલ છે. લોકો નવા ઘર લેવાનું વધુ પસંદ કરે છે. તમારી જરૂરિયાત મુજબનાં ઘરને ભાડેથી લઇ શકો છો. તમારૂ ઘર ભાડે આપી દો..તમારે ઘણો ઓછો ખર્ચ કરવો પડશે. તમારૂ ઘર વેચાતા તમે નવો ફ્લેટ ખરીદી શકશો છો. પ્રોપર્ટીની કિંમતમાં ઘટાડાની શક્યતા નથી. બિલ્ડરે પહેલાથી જે જમીન ખરીદી છે તેની કિંમત હવે ઘટી નહી શકે છે.
રૂપિયા 50 થી 60 લાખ નું બજેટ છે, પહેલી વાર ઘર લેવું છે, મુંબઇનાં ક્યા એરિયામાં મળી શકે?
મુંબઇમાં તમારા બજેટમાં ઘર મળવું મુશ્કેલ છે. થાણા ઘોડબંદર રોડ પર સારા પ્રોજેક્ટ મળી શકે છે. થાણા મુંબઇથી 45 મિનિટ ડ્રાઇવ પર છે. ડોંબિવલીમાં લોધા પલાવામાં ખરીદી કરી શકો છો.
મારા મમ્મીનું ઘર છે ગામદેવીમાં. 1 રૂમ કિચન જેને રેન્ટ પર આપવું છે તો હાલે શું ભાડુ મળી શકે? નવી રિડેવલપ બિલ્ડિંગ છે.
રૂપિયા 100-125 પ્રતિ SqFt પ્રમાણે ભાડૂ મળી શકે છે. નવી બિલ્ડિંગ હોવાથી ભાડૂ સારૂ મળી શકે છે.
હુ હાલે જે નોકરી અર્થે મુંબઇ સિફ્ટ થયો છુ, ઓફિસ લોવર પરેલમાં છે, મારે પ્રોપર્ટી પહેલી વાર લેવી છે તો મુંબઇમાં સારા રિટર્ન મળશે કે હોમ ટાઉન ગુજરાતમાં?
જો પોતે રેહવુ હોયતો પોતે ઘર લઇ શકો છો. બજેટ નાનુ હોયતો ગુજરાતમાં રોકાણ કરી શકાય છે. મુંબઇમાં અફોર્ડિબિલિટીની મોટી સમસ્યા છે. નાના રોકાણ માટે ગુજરાતનો વિકલ્પ સારો રહેશે. યુવા પેઢી વધુ ભાડે ઘર લેવાનું પસંદ કરે છે. તમારા કૅશફ્લોને આધારે પોતાનું કે ભાડેના ઘરનો નિર્ણય કરો છો. તમારા EMIની જવાબદારી સમજી ઘર લેવાનાં નિર્ણય લેવા જોઇએ.