પ્રોપર્ટી ગુરૂ: અફોર્ડેબલ હાઉસિંગ અંગે ચર્ચા - property guru a discussion about affordable housing | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી ગુરૂ: અફોર્ડેબલ હાઉસિંગ અંગે ચર્ચા

અફોર્ડેબલ હાઉસિંગની વ્યાખ્યા વિસ્તારને આધારે અપાઇ છે. સાઉથ મુંબઇમાં હજી અફોર્ડેબલ પ્રોજેક્ટ નથી આવ્યા.

અપડેટેડ 02:29:41 PM Mar 03, 2018 પર
Story continues below Advertisement

અફોર્ડેબલ હાઉસિંગની વ્યાખ્યા વિસ્તારને આધારે અપાઇ છે. સાઉથ મુંબઇમાં હજી અફોર્ડેબલ પ્રોજેક્ટ નથી આવ્યા. મહાડા દ્વારા સાઉથ મુંબઇમાં અફોર્ડેબલ હાઉસિંગનાં પ્રોજેક્ટ લાવી શકે. રૂપિયા 3 લાખ સુધીની આવકનાં લોકો ઈવીએસ સ્કીમનો લાભ લઇ શકશે. રૂપિયા 3 થી 6 લાખની આવક ધરાવતા લોકો એલઆઈજી સ્કીમનો લાભ મેળવી શકે. રૂપિયા 12 થી 18 લાખની આવક ધરાવતા લોકો એમઆઈજી સ્કીમનો લાભ મેળવી શકે.

30 થી 60 ચોમીનાં ઘર એલઆઈજી સ્કીમનો લાભ મેળવી શકે. 90 ચોમીનાં ઘર એમઆઈજી સ્કીમનો લાભ મેળવી શકે. એલઆઈજી હેઠળ મહત્મ રૂપિયા 6 લાખની લોન પર સબસિડી મળી શકશે. એમઆઈજી હેઠળ મહત્મ રૂપિયા 9 લાખની લોન પર સબસિડી મળી શકશે. મુંબઇમાં રૂપિયા 1 કરોડ સુધીનાં ઘરને અફોર્ડેબલ ગણી શકાય. હવે નાના ઘર બનવાનો ટ્રેન્ડ ફરી શરૂ થયો છે. 2017થી અફોર્ડેબલ હાઉસિંગને બુસ્ટ મળી રહ્યું છે.

પહેલા ઘર માટે જ પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવાઇ છે. એલઆઈજી સ્કીમ હેઠળ મહત્તમ રૂપિયા 2.67 લાખની રાહત મળી શકે. એમઆઈજી સ્કીમ હેઠળ મહત્તમ રૂપિયા 2.35 લાખની રાહત મળી શકે. પ્રધાનમંત્રી આવાસ યોજના પાછળ સરકાર ઘણી મહેનત કરી રહી છે. આવનારા સમયમાં ઘણા અફોર્ડેબલ હાઉસિંગનાં ઘણા પ્રોજેક્ટ આવશે. જાણીતા ડેવલપર દ્વારા અલગ બ્રાન્ડિંગથી અફોર્ડેબલ પ્રોજેક્ટ આવી રહ્યા છે. મહિન્દ્રાની પાલઘરમાં અફોર્ડેબલ સ્કીમ આવી રહી છે. સારા ડેવલપર એરિયા સર્વે કરીને ત્યા પ્રોજેક્ટ લાવે છે.

સવાલ: 1979માં તેમણે એક ફ્લેટ રૂપિયા 1 લાખની કિંમતમાં ખરીદ્યો હતો. હાલ આ પ્રોજેક્ટ રિડેવલપમેન્ટમાં છે બિલ્ડર દ્વારા રૂપિયા 3 લાખ કંપનશેસન મળ્યુ છે અને પઝેશન સમયે વધુ રૂપિયા 3 લાખ મળશે.  આ ઉપરાંત દર મહિને રૂપિયા 15000ના ભાડાની રકમ પણ મળે છે. તો શું આ કંપેનસેશનની રકમ પર એલટીસીજી લાગશે?

જવાબ: બી.એસ. ગાંધીને સલાહ છે કે ભાડાની રકમ ભાડાનાં ઘર માટે જ ખર્ચો છો તો ટેક્સ નહી લાગે. જો ભાડાની મળતી રકમ બચાવો છો તો તેના પર ટેક્સ લાગશે. તમારા ઘર કરતા વધુ વિસ્તાર મળે છે તેના પર ટેક્સ લાગતો નથી. કંપનસેશન સોસાયટીને મળે તો તેના પર ટેક્સ લાગતુ નથી. બિલ્ડર જો વ્યક્તિને કંપનસેશન આપે છે તો ટેક્સ લાગવાની શક્યતા છે.

સવાલ: મારે રૂપિયા 1 થી 1.5 કરોડનું રોકાણ રિયલ એસ્ટેટમાં કરવું છે, આ બજેટમાં મુલુંડમાં મને 2બીએચકેનાં રિસેલમાં ફલેટ પણ મળી રહ્યા છે અને રૂપિયા 500 સ્કેવરફૂડની દુકાન પણ મળી રહી છે. આ ઉપરાંત અમુક નવા પ્રોજેક્ટમાં પણ આ બજેટની આસપાસ વિકલ્પો છે, તો મારે રોકાણ દુકાનમાં કરવું જોઇએ કે ફ્લેટમાં અને ફ્લેટ રિસેલમાં કે નવો લેવો વધુ હિતાવહ છે.

જવાબ: વિવેકભાઇને સલાહ છે કે રોકાણ માટે પ્રોપર્ટી ખરીદવી હોય તો દુકાન ખરીદવી સલાહભરી છે. જો તમે લોન લેવા માંગતા હો તો તમારે ઘર લેવું જોઇએ. અપ્રિશિયેસન ફ્લેટ કે દુકાન બન્નેમાં મળી શકશે.

સવાલ: મારે સ્પેસિયસ 1 BHK અથવા કોમ્પેક્ટ 2 BHK ઘરની જરૂર છે. લોવર પરેલ સરળતા થી પહોંચી શકાય એવી કઇ જગ્યાએ મને આવુ ઘર મળી શકે, અને એ વિસ્તાર માટે મારૂ બજેટ કેટલુ હોવુ જોઇએ?

જવાબ: સંજીવભાઇને સલાહ છે કે વરલી વિસ્તારમાં રિસેલમાં 1 BHK મળી શકે છે. મશગાંવ વિસ્તારમાં વિકલ્પો મળી શકે છે. દાદર, માહિમમાં પણ વિકલ્પો મળી શકે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Mar 03, 2018 2:29 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.