સરકારનું અફોર્ડેબલ હાઉસિંગને બુસ્ટ મળી છે. અફોર્ડેબલ સેગ્મેન્ટનાં નફા પર ડેવલપરને ટેક્સમાં રાહત છે. અફોર્ડેબલ માટે GST માત્ર 8% છે. બાયર અને ડેવલપર બન્ને માટે સારો સમય છે.
અફોર્ડેબલ હાઉસિંગનું ડેવલપમેન્ટ સારૂ છે. અફોર્ડબલ હાઉસિંગની દેશને જરૂર છે. ઘણા અફોર્ડબલ પ્રોજેક્ટ આવી રહ્યાં છે. અફોર્ડેબલ હાઉસિંગની વ્યાખ્યા નક્કી હોવી જોઇએ. દરેક શહેર માટે અફોર્ડેબલ કિંમત અલગ છે. લો ઇનકમ ગ્રુપને ઘરની જરૂર છે. લો ઇનકમ ગ્રુપ માટે સપ્લાઇ વધારવાની જરૂર છે. મિડલ ઇનકમ માટે સપ્લાઇ વધી છે. NIG, MIG માટે અફોર્ડેબલ ઘર આવતા જશે.
હોમલોનમાં 25bpsનો વધારો છે. હોમલોનનાં રેટ વધારાથી મોટો ફરક નહી આવે. લોકોની અફોર્ડિબિલીટી વધી રહી છે. પ્રોપર્ટીની કિંમતો સ્થીર છે. લોકોની અફોર્ડિબિલીટી પર મોટી અસર નહી થાય. વ્યાજદર વધવાથી માંગ ઘટવાની શક્યતા નથી.
વ્યાજદર વધવાથી EMI પર અસર નહી આવે. વ્યક્તિની આવક દર વર્ષ વધે છે. સરકારની રાહતો પછી ઘર લેવુ સહેલુ બન્યું છે. ઘરની સાઇઝ પરથી અફોર્ડબલ ઘર નક્કી થાય છે. સરકાર, ડેવલપર અને આવકથી ઘરની માંગ વધી છે.
મુંબઇમાં પ્રોપર્ટીની કિંમત વધારે છે. નોઇડા,ચેન્નઇમાં રૂપિયા 50 થી 60 લાખમાં ફ્લેટ મળી શકે. મુંબઇમાં ઘર માટે 5 વર્ષની આવક જરૂરી. મુંબઇમાં રૂપિયા 1.5 થી 2 કરોડનાં ફ્લેટની માંગ છે. પ્રિમિયમ ફ્લેટની માંગ ઘટી છે. રોકાણકાર પ્રોપર્ટીમાં રોકાણ નથી કરી રહ્યાં. હાલનું માર્કેટ એન્ડયુઝર માર્કેટ
રોકાણકાર પ્રોપર્ટી માર્કેટથી દુર છે.
ગૃહ ફાયનાન્સના એમડી સુધીન ચોક્સીનું કહેવુ છે કે તમિલનાડુમાં માંગ થોડી ઘટી છે. દેશનાં દરેક રાજ્યોમાં માંગ વધી છે. પ્રોપર્ટીની કિંમત સ્થિર છે. 8.35 થી 10.50 સુધીનાં ગૃહ ફાયનાન્સનાં વ્યાજદર છે. ગુહ ફાયનાન્સ લો ઇનકમ ગ્રુપ માટે લોન આપે છે. સુરત, વડોદરા, અમદાવાદમાં ઘરની માંગ વધી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છમાં માંગ વધી છે. ગુજરાતનાં શહેરોમાં ઘરની માંગ વધી રહી છે.
અફોર્ડબલ સેગમેન્ટમાં 30% સુધીનો ગ્રોથ છે. ડોબીવલી, વિરાર, નવીમુંબઇમાં વધુ માંગ છે. પુનાની આસપાસનાં વિસ્તારમાં ગ્રોથ છે. હૈદરાબાદનું માર્કેટ રિવાઇવ થઇ રહ્યું છે. ભારતનાં શહેરોમાં અફોર્ડબલમાં પ્રોજેક્ટ છે. દિલ્લી, મુંબઇમાં પ્રિમિયમ હાઉસિંગમાં પણ ગ્રોથ છે. ટિયર 2-3 શહેરોમાં 40%થી વધુ ગ્રોથ. પ્રોપર્ટી માર્કેટનો ગ્રોથ સારો છે. વ્યાજદર વધતા ગ્રાહકોને પાસઓન થાય છે. ગ્રાહક આ નાના વધારાને પહોંચી શકશે.
પ્રરોન કન્સલટન્સીના ચેરમેન પ્રણય વકીલના મુજબ આઈબીસી પ્રમાણે હોમ બાયર્સને ક્રેડિટરનો દરજ્જો છે. સુપ્રિમ કોર્ટનો ચુકાદો આવકાર દાયક. OC વાળા પ્રોજેક્ટમાં ખરીદી સલાહભરી. રેન્ટલ હાઉસિંગને પ્રોત્સાહન આપવું જરૂરી. સરકારે રેન્ટલ હાઉસિંગને પ્રોત્સાહન આપવું જોઇએ. રેસિડન્શિયલ માટે રેન્ટલ પોલિસી જરૂરી. હાઉસિંગ ફોર ઓલ માટે રેન્ટલ હાઉસિંગ જરૂરી.



