જેએલએલ ઇન્ડિયાના આસિસટન્ટ વાઇસ પ્રેસિડન્ટ જીગર મોતાનું કહેવુ છે કે નવી પેઢી રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા પ્રેરાયા છે. સોના, ચાંદી કરતા રિયલ એસ્ટેટમાં રોકાણ સલાહ ભર્યું. ન્યુક્લીયર ફેમલિની પ્રથા વધી રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અફોર્ડેબલ હાઉસિંગને લાભ મળે છે.
અમદાવાદમાં અફોર્ડેબલ હાઉસિંગને સારો પ્રતિસાદ છે. અમદાવાદ વિસ્યુલ પ્લે કરી શકાય. મોટા બિલ્ડરનાં પણ અફોર્ડેબલ પ્રોજેક્ટ આવી રહ્યાં છે. ગુજરાતમાં મોટા ભાગે ડેવલપર સમયસર ડિલીવરી કરે છે. ગુજરાતમાં ડેવલપર પોતાની શાખ જાળવવાનાં પ્રયત્નો થાય છે.
લોકેશન અને અપાટ્ટમેન્ટની સાઇઝ બેમાથી એકને અફોર્ડબિલિટી માટે જતા કરવા પડે. સિટી સેન્ટરમાં પહેલા 1200,1500 SqFtનાં 2 BHK બનતા હતા. હવે સિટીમાં આ સાઇઝનાં ફ્લેટ અફોર્ડેબલમાં ન આવી શકે. મોટી સાઇઝ માટે શહેરથી દુર જવુ પડી શકે.
સવાલ: મારૂ નામ કિરણ શાહ છે હું હાલ પુના રહુ છુ ને મારો પ્રશ્ન છે કે મને અદાણી શાંતિગ્રામમાં 3BHK મેડૉસ પ્લેસમાં ફ્લેટ લેવો છે તો ત્યાં શું કિંમત ચાલતી છે તે મને જણાવશો?
જવાબ: કિરણભાઇને સલાહ છે કે ઇનવેસ્ટર ઘણા વહેલા સ્ટેજ પર પ્રોજેક્ટમાં રોકાણ કરે છે. પ્રોજેક્ટ ફિનિસિંગ લેવલ પર પહોંચે ત્યારે કિંમત વધે છે. ઇન્વેસ્ટર અને ડેવલપરની કિંમતમાં તફાવત રહેશે. ઇનવેસ્ટર પાસેથી ફ્લેટ ખરીદતા ટ્રાન્સફર ચાર્જ લાગી શકે છે. અદાણી શાંતિગ્રામ ઘણો સારો પ્રોજેક્ટ છે. અદાણી શાંતિગ્રામમાં ઘણી સુવિધાઓ અપાઇ છે. અદાણીનું હેડક્વાટર અહી આવશે. અદાણી ટાઉનશીપનું ભવિષ્ય ઘણુ સારૂ છે. તમે આ પ્રોજેક્ટમાં રોકાણ કરી શકો છો.
સવાલ: પ્રેયસનો પ્રશ્ન છે કે આણંદમાં ફ્લેટ લેવો છે, અને તેમનુ બજેટ `30 થી 35 લાખનું છે. તો તેમને ક્યા વિસ્તારમાં અને કઇ સાઇઝનાં વિકલ્પો મળી શકે છે?
જવાબ: પ્રેયસને સલાહ છે કે તમને આણંદ બાયપાસ રોડ પર વિકલ્પો મળી શકે છે.
સવાલ: સંગિતાબેનનો પ્રશ્ન છે કે મિડલ ક્લાસ માટે 1BHK અફોર્ડેબલ ઘર ક્યા અને ક્યારે મલતા થશે? હું સુરતના અડાજણ એરિયામાં રહુ છુ અને આ એરિયામાં મારે ફ્લેટ લેવો છે.
જવાબ: સંગીતાબેનને સલાહ છે કે તમારી જરૂરિયાત મુજબ પાલ વિસ્તાર તરફ જવુ પડશે. અડાજણમાં વધુ લક્ઝરી પ્રોજેક્ટ થઇ રહ્યાં છે.
સવાલ: અક્ષય પ્રજાપતિનો પ્રશ્ન છે કે વસ્ત્રાલમાં ફ્લેટ લઇ શકાય? આ વિસ્તારમાં 1 BHK અને 2 BHK કેટલામાં મળી શકે?
જવાબ: વસ્ત્રાલમાં તમે ફ્લેટ ખરીદી શકો છો. વસ્ત્રાલમાં 1BHK રૂપિયા 11 થી 16નાં બજેટમાં મળી શકે. વસ્ત્રાલમાં 2BHK રૂપિયા 20 થી 30નાં બજેટમાં મળી શકે. વસ્ત્રાલ ઇસ્ટ અમદાવાદનો ભાગ છે. વસ્ત્રાલ પહેલા ઇનસ્ટ્રીયલ લોકેશન હતો. હાલ ત્યા અફોર્ડેબલ હાઉસિંગ બની રહ્યાં છે. 55% અફોર્ડેબલ પ્રોજેક્ટ ઇસ્ટ અમદાવાદમાં છે. મેટ્રોથી ઇસ્ટ અને વેસ્ટ અમદાવાદની કનેક્ટિવિટીનો મોટો લાભ છે.
સવાલ: વિરલ શાહનો સવાલ છે કે ભરૂચથી તેમણે લખ્યુ છે કે તેમણે વડોદરાનાં ખાટાઆંબા વિસ્તારમાં 4 BHK ડુપલેક્સની સ્કીમ શ્રીનાથજી આંગનમાં રોકાણ કરવુ છે, અને તેમણે આ વિસ્તાર અને પ્રોજેક્ટ અંગે માહિતી માંગી છે.
જવાબ: વિરલને સલાહ છે કે ખાટાઆંબા વાઘોડિયા તરફનુ લોકેશન છે. રિયલ એસ્ટેટનાં રોકાણ માટે આ લોકેશન સારૂ છે. ડેવલપર અને પ્રોજેક્ટની માહિતી RERA વેબસાઇટ પર જોઇ શકાશે. ખાટાઆંબામાં ઘણા ડેવલપરનાં ઘણા પ્રોજેક્ટ છે. રૂપિયા 250 થી 600/SqFt જમીનની કિંમત ચાલી રહી છે.