પ્રોપર્ટી ગુરૂ: નવી સરકારથી રિયલ એસ્ટેટની અપેક્ષા - property guru expectation of real estate from new government | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી ગુરૂ: નવી સરકારથી રિયલ એસ્ટેટની અપેક્ષા

સરકાર બહુમતી સાથે બની છે, મજબુત સરકાર છે. પોલિટિકલ સ્થિરતા ખૂબ મહત્વની છે.

અપડેટેડ 04:31:52 PM Jun 08, 2019 પર
Story continues below Advertisement

સરકાર બહુમતી સાથે બની છે, મજબુત સરકાર છે. પોલિટિકલ સ્થિરતા ખૂબ મહત્વની છે. રિયલ એસ્ટેટ માટે ખૂબ સારો જનાદેશ. પાછલી ટર્મમાં RERA અને GST સારા રિફોર્મ. રિયલ એસ્ટેટ સેક્ટરમાં પારદર્શકતા આવી છે. GSTથી ઇન્ડસ્ટ્રીને ઘણો ફાયદો થશે. RERA બાયર અને સેલરની વચ્ચેનો સેતુ છે. રિયલ એસ્ટેટ સેક્ટર ઓર્ગેનાઇઝ થયુ છે. પાછલા 5 વર્ષમાં અર્થતંત્રનો સારો વિકાસ થયો. રિયલ એસ્ટેટમાં કિંમતનો વધારો માત્ર 2 થી 3% છે.

હાઉસહોલ્ડ ઇનકમ 9 થી 10% વધી છે. લોકો માટે ઘરની અફોર્ડિબિલિટી વધી રહી છે. GDPનો ગ્રોથ સુધરી રહ્યો છે. અર્થતંત્ર ધીમે ધીમે સુધરી રહ્યું છે. 2,4 વર્ષમાં રોજગારીમાં વધારો દેખાશે. આવનારા 2,3 વર્ષમાં પ્રોપર્ટીની કિંમતો વધી શકશે.

ગ્રાહકોના સેન્ટિમેન્ટ પોઝિટીવ હોવો જરૂરી. પ્રોજેક્ટ સમયસર પુરો થવાનો વિશ્ર્વાસ ખૂબ જરૂરી. RERAનો અમલીકરણ ભારતભરમાં થવુ ખૂબ જરૂરી છે. દરેક રાજ્યમાં RERAનું અમલીકરણ જરૂરી છે. સેન્ટ્રલ એક્ટ પ્રમાણે RERAનું અમલીકરણ થવુ જોઇએ. વેબસાઇટ પર તમામ માહિતી હોવી ખૂબ જરૂરી. ગ્રાહક માટે RERA વેબસાઇટનો ઉપયોગ સરળ હોવો જોઇએ.

હવે GST રેટ રિયલ એસ્ટેટ માટે યોગ્ય છે. બાયર્સને હવે GSTને લઇને સમસ્યા નથી. અફોર્ડેબલ પ્રોજેક્ટ પર 1% GST. રેસિડન્શિયલ પ્રોપર્ટી પર 5% GST.

પાછલા વર્ષોમાં બેન્કના લેન્ડિંગ ઘટ્યા છે. બેન્ક હવે વધુ ડિસિપ્લિન લાવી છે. NBFCsનો લેન્ડિંગ રેટ વધ્યો હતો. IL&FSની સમસ્યા પછી NBFCs ફંડ ફ્લો ઘટી ગયો. ઓક્ટોબર થી ડિસેમ્બરમાં NBFCs દ્વારા ફંડ ફ્લો ઘટ્યો. NBFCsમાં હવે ડિસિપ્લિન આવી રહી છે. હવે પ્રોજેક્ટ જોઇ પછી જ NBFCs ફંડીગ કરે છે. લિક્વિડિટીની સમસ્યા થોડા મહિના હજુ રહી શકે. સારા ડેવલપરને હજુ પણ લિક્વિડિટી મળે છે.

RBI રેટ કટ કરી રહી છે. બેન્ક 9%ની આસપાસ વ્યાજદર સાચવી રહ્યાં છે. બેન્ક દ્વારા વ્યાજદર થોડા ઘટવા જોઇએ. સરકારે વ્યાજદર નીચે લાવવા પ્રયાસ કરવા જોઇએ. વ્યાજદર ઘટતા ગ્રાહકની અફોર્ડિબિલટી વધી શકે.

મોટા શહેરોમાં હોમલોનનો ગ્રોથ 8,9% થયો છે. મોટા શહેરોની આસપાસનાં વિસ્તારમાં હોમલોન ગ્રોથ 20% થયો છે. ટિયર-2,3 સિટીમાં ગ્રોથ 20-24% થયો છે. ટિયર-2,3 સિટીમાં વિવિધ યોજનાની અસર દેખાઇ છે.

અફોર્ડેબલ હાઉસિંગ માટે સરકારે સારૂ કામ કર્યું છે. હાઉસિંગ ફોર ઓલ ખૂબ સારૂ સપનું છે. બાયર અને ડેવલપર બન્નેને સરકાર સુવિધા આપી રહી છે. સરકાર પબ્લિક સેક્ટર લેન્ડ ખુલ્લી મુકી શકે છે. રેન્ટલ હાઉસિંગને સરકારે પ્રોત્સાહન આપવું જોઇએ. રેન્ટલ હાઉસિંગ માટે ઘણો સ્કોપ છે. આવનારા બજેટથી અપેક્ષા છે. રિયલ એસ્ટેટને ઇન્ફ્રાનો દરજ્જો મળવો જોઇએ.

MoneyControl News

MoneyControl News

First Published: Jun 08, 2019 4:31 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.