પ્રોપર્ટી ગુરૂ: મુંબઇની રેન્ટલ પ્રોપર્ટી અંગે ચર્ચા - property guru talk about mumbai rental property | Moneycontrol Gujarati
Get App

પ્રોપર્ટી ગુરૂ: મુંબઇની રેન્ટલ પ્રોપર્ટી અંગે ચર્ચા

મુંબઇમાં પણ 3 થી 6 મહિનાનું ભાડુ એડવાન્સ તરીકે લેવાય છે.

અપડેટેડ 01:10:29 PM Jun 09, 2018 પર
Story continues below Advertisement

મુંબઇમાં પણ 3 થી 6 મહિનાનું ભાડુ એડવાન્સ તરીકે લેવાય છે. ડિપોઝીટ ન આપવી હોયતો એકવારમાં 11 મહિનાનું ભાડુ આપી શકાય છે.

કઇ રીતે શોધી શકો રેન્ટલ પ્રોપર્ટી?

10 વર્ષ પહેલા ભાડે ઘર શોધવું મુશ્કેલ હતુ. આજે તમે વેબસાઇટ પરથી ભાડાનું ઘર શોધી શકો છો. તમે બ્રોકર દ્વારા પણ ઘર શોધી શકો છો. બ્રોકરની મદદથી ઓછા સમયમાં સરળતાથી ઘર શોધી શકાય છે. બ્રોકર એગ્રીમેન્ટ અને પોલિસ વેરિફિકેશનમાં મદદ કરશે. તમે તમારા ઓળખીતા લોકોની મદદથી ભાડાનું મકાન શોધી શકો છો. RERAમાં બાંધકામ હેઠળનાં પ્રોજેક્ટ માટેનાં બ્રોકરનું જ રજીસ્ટ્રેશન થાય છે.

સેકેન્ડ સેલ અને ભાડાનાં મકાન માટેનાં બ્રોકર RERAમાં કવર નથી. રેન્ટલમાં છેતરામણીની શક્યતા ઓછી છે. બ્રોકર લગભગ 1 મહિનાનું ભાડુ કમિશન તરીકે લે છે. કમિશનમાં નેગોશિયેશન કરી શકાય છે. સ્ટુડન્ટને ઘર મળવા મુશ્કેલ હોય છે. અમુક લોકો ઘર ભાડે રાખવા માટે ઘણી શરતો રાખે છે. અમુક વિસ્તારમાં એવા કોઇ ખાસ નિયમો નથી હોતા. બ્રોકરની મદદ લેવાથી યોગ્ય ફ્લેટ શોધી શકાય છે. બ્રોકર તમારી જરૂરિયાત પ્રમાણે ફ્લેટ બતાવી શકે છે.

કાયાદા પ્રમાણે વ્યક્તિ પોતાનું ઘર કોઇને પણ ભાડે આપી શકે છે. ઘરમાં કોઇ ગેરકાનુની કામકાજ ન થતા હોય તે ખૂબ જરૂરી છે. સ્ટુડન્ટને ભાડે ઘર મળવા મુશ્કેલ છે. અમુક લોકાલિટીમાં સ્ટુડન્ટને પણ સરળતાથી ઘર મળે છે. રેન્ટલ કંટ્રોલ એક્ટ ભાડુતનાં પક્ષમાં છે. ઘર આપવા વાળાને પોતાની પ્રોપર્ટી ખાલી કરવાની ચિંતા હોય છે. 11 મહિના માટે અગ્રેમિન્ટ કરી તેને રજીસ્ટર કરી લેવુ જોઇએ.


કઇ રીતે નક્કી થાય છે ભાડાની રકમ?

જેતે વિસ્તારમાં આસપાસનાં ભાડે અપાયેલા ફ્લેટનાં ભાડા પરથી ભાડુ નક્કી કરી શકાય છે. રેડી રેકનર રેટ પરથી ભાડુ નક્કી થઇ શકે છે. એરિયા પ્રમાણે ભાડુ બદલાતુ જાય છે. ભાડુ 5% જેટલુ દર વર્ષે વધી શકે છે. ભાડાનાં વધારા માટે તમે નેગોશિયેશન કરી શકો છો. ભાડાનું એગ્રીમેન્ટ રિન્યુ કરતી વખતે બ્રોકર કમિશન માંગી શકે છે. ઘરમાં કોઇ સમસ્યા આવે તો બ્રોકર તમારો સાથ આપી શકે છે.

ઘર ભાડે આપતી વખતે શું ધ્યાને રાખવું?

ઘર ભાડે આપતી વખતે એગ્રીમેન્ટ બનાવવું જરૂરી છે. એગ્રીમેન્ટમાં ઘરની સંપત્તી અને સુવિધાને લગતી માહિતી દર્શાવવી છે. એગ્રીમેન્ટ રજીસ્ટર કરાવવું સલાહભર્યું છે. ઘર ભાડે આપતા પહેલા પોલિસ વેરિફિકેશન કરાવવું છે. ઘર ભાડે આપતા પહેલા તેની ગેરેન્ટી લઇ શકાય છે. તમારા ઘરની એક ચાવી તમારી પાસે હોવી જોઇએ. સમયાંતરે ભાડુઆતને મળતા રહેવુ છે.

સવાલ-

મારે મારૂ વસઇનું મકાન ભાડે આપવુ છે પરંતુ સોસાયટી રુલ બનાવ્યો છે કે ભાડે ઘર ફેમલિને જ આપી શકાય પરંતુ હુ મારૂ ઘર 4 સ્ટુડન્ડને ભાડે આપવા માંગુ છુ આમ કરતા મને મારી ભાડાની રકમ ઘણી સારી મળે છે. શુ સોસાયટી મને આમ કરતા રોકી શકે?

જવાબ-

તમે તમારૂ ઘર ભાડે આપતા કોઇ રોકી ન શકે છે. સોસાયટી પોતાના અમુક નિયમો બનાવતી હોય છે. ગેરકાનુની એક્ટિવિટીને કારણે સોસાયટી આવા નિયમો બને છે. નોન ઓક્યુપન્સી માટે ચાર્જ લાગતો હોય છે. ભાડાની કે ડિપોઝિટની રકમ ચેક દ્વારા જ લેવા છે. જુહુ સ્કીમ, મલાડ, અંધેરીમાં ભાડાનાં મકાન મળે છે. સ્ટુન્ટડ 2,3 વર્ષમાં ઘર ખાલી કરી જ દે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jun 09, 2018 1:10 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.