2011માં અમદાવાદ પ્રોપર્ટી માર્કેટ પીક પર છે. પાછલા 3 વર્ષથી માર્કેટ સ્થિર છે. માર્કેટમાંથી રોકાણકાર નીકળી ગયા છે. પ્રોપર્ટી માર્કેટ સ્થિર થઇ રહ્યું છે. RERAને કારણે ગ્રાહકનો વિશ્ર્વાસ વધી રહ્યો છે. અમદાવાદમાં 5% વેચાણ વધ્યું છે. સુરતમાં અનસોલ્ડ ઇનવેન્ટરી વધુ છે. અમદાવાદમાં પ્રોપર્ટીની કિંમતમાં 2% વધારો છે. ગુજરાતમાં સરેરાશ કિંમત 2800/SqFt છે. મુંબઇમાં જમીનની કિંમત ખૂબ વધુ છે.
નોર્થ અમદાવાદનું માર્કેટ સારૂ છે. વેસ્ટ અમદાવાદમાં વેચાણમાં 18% વધારો છે. સાઉથ અમદાવાદનાં માર્કેટમાં ઘટાડો છે. અમદાવાદમાં નવા લોન્ચમાં મોટો ઘટાડો છે. ગ્રાહકો રેડી પ્રોપર્ટી વધુ લઇ રહ્યાં છે.
સુરતનાં પ્રોપર્ટી માર્કેટ પર ચર્ચા
સુરતની ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ નથી થઇ રહ્યું. અમદાવાદ ઓટો હબ તરીકે વિકસશે. અમદાવાદનું પ્રોપર્ટી માર્કેટને લાભ મળશે. અમદાવાદમાં ફાર્મો સેક્ટર પર સારૂ છે. અમદાવાદને ગ્રોથનો લાભ મળી રહ્યો છે.
ઓફિસ સ્પેસનાં માર્કેટ અંગે ચર્ચા
અમદાવાદમાં ઓફિસની માંગ વધી રહી છે. ઓફિસનાં લોન્ચમાં 70% નો ઉછાળો છે. ઓફિસ સ્પેસનું લિઝિગ વધુ થાય છે. લિઝિગમાં 50% ઉછાળો નોંધાયો છે. અમદાવાદમાં ઓફિસ ડેવલપમેન્ટ વધી રહ્યાં છે. ગિફ્ટ સિટીમાં 200 કંપનીની ઓફિસ છે. 8 થી 10,000 એપ્લોયિ ગિફ્ટ સિટીમાં છે. સરેરાશ રૂપિયા 35 થી 45/SqFt ઓફિસ સ્પેસ લિઝની કિંમત છે.
વેરહાઉસ સેગ્મેન્ટ અંગે ચર્ચા
પાછલા વર્ષમાં વેરહાઉસ સેગ્મેન્ટમાં 100%નો ઉછાળો હતો. 2017માં 33 લાખ SqFt વેરહાઉસ સ્પેસનું લિઝિંગ છે. ગુજરાતમાં ઇન્ડસ્ટ્રી દ્વારા માંગ વધી રહી છે. ગુજરાતમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનો લાભ છે.
વેરહાઉસ ઇન્ડસ્ટ્રીને જીએસટીથી લાભ મળ્યો છે. હવે દરેક રાજ્યમાં વેરહાઉસ રાખવાની જરૂર નથી. અમદાવાદમાં મોટા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આવશે. વેરહાઉસ મોટેભાગે લિઝ પર લેવાતા હોય છે. વેરહાઉસનો લિઝ કોન્ટ્રાક્ટ 3 થી 5 વર્ષનો હોય છે. મોટા ડેવલપર વેરહાઉસમાં આવી રહ્યાં છે. ખેડા, ચંગોદર, બેચારજી અને સાણંદમાં વેરહાઉસની માંગ છે. બીજા રાજ્યોમાંથી આવતા લોકો રેન્ટ કરે છે. ગુજરાતનાં લોકો ઘર લેવાનું પસંદ કરે છે. મુંબઇમાં વેચાણ 21% વધ્યું છે. મુંબઇમાં પ્રોપર્ટીની કિંમત સ્થિર છે. જીએસટીને લોકોએ સ્વીકારી લીધો છે.



