PPF, SSY Account Holders: વરિષ્ઠ નાગરિક સેવિંગ સ્કીમ (SCSS), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) અથવા અન્ય સ્મોલ સેવિંગ સ્કીમઓમાં રોકાણ કરનારા રોકાણકારોએ તેમની પોસ્ટ ઓફિસ અથવા બેન્ક શાખાની મુલાકાત લેવી પડશે અને 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં આધાર સંબંધિત માહિતી પ્રોવાઇડ કરવી પડશે. સ્મોલ સેવિંગ સ્કીમમાં રોકાણ કરનારા રોકાણકારોએ તમારી સ્કીમ જ્યાં ચાલી રહી છે તે બેન્ક અથવા પોસ્ટ ઓફિસને આધાર નંબર આપવો પડશે. જો તમે આમ નહીં કરો તો આધાર નંબર સબમિટ ન થાય ત્યાં સુધી તમારું નાનું સેવિંગ ખાતું ફ્રીઝ કરવામાં આવશે.

