Tata Play HD Box: Tata Play HD Boxએ Tata Play સાથે DTH (ડાયરેક્ટ-ટુ-હોમ) કનેક્શન પસંદ કરતા યુઝર્સ માટે પોપ્યુલર ઓપ્શન છે. જ્યારે ટાટા પ્લે દ્વારા એન્ડ્રોઇડ STB (સેટ-ટોપ બોક્સ) લોન્ચ કરવામાં આવ્યું છે, ઘણા યુઝર્સ કે જેમની પાસે પહેલેથી જ સ્માર્ટ ટીવી છે તેમને તેની જરૂર નથી.
આમ, HD બોક્સ પસંદ કરતા માટે તે ખરેખર માત્ર રુપિયા 899ની કિંમતે અત્યારે ઉપલબ્ધ છે. જ્યારે તમે Tata Play HD બોક્સ માટે રુપિયા 899 ચૂકવો છો ત્યારે તમને શું મળે છે. જો કે તેની સાથે કોઈ OTT સપોર્ટ આપવામાં આવ્યો નથી, તેમ છતાં પણ જેઓ પાસે પહેલાથી જ સ્માર્ટ ટીવી છે તેમના માટે તે શ્રેષ્ઠ ઓપ્શન બની શકે છે.
ટાટા પ્લે એચડી બોક્સ એસટીબી ડોલ્બી ડિજિટલ સરાઉન્ડ સાઉન્ડ અને 1080i રિઝોલ્યુશનને પણ સપોર્ટ કરે છે જેથી યુઝર્સને ઇમર્સિવ વિઝ્યુઅલ અને ઑડિયો એક્સપિરિયન્સ મળે. ટાટા પ્લેમાં ઘણા HD ચેનલ પેક છે જે તમે તમારા ટીવી અનુભવને બહેતર બનાવવા માટે ખરીદી શકો છો. તમે Tata Play HD STB ની મદદથી હાઈ-ડેફિનેશન ચેનલોની વિશાળ સીરીઝ જોઈ શકશો.
નોંધ કરો કે સૌ પ્રથમ તમારી પાસે HD ટીવી હોવું આવશ્યક છે જેથી કરીને તમે ખરેખર HD માં સામગ્રી જોઈ શકો. Tata Play HD Boxની કિંમત 1099 રૂપિયા છે. જો કે, જો તમે તેને ઓનલાઈન ખરીદો છો, તો તમે કૂપન કોડ TPL200 નો ઉપયોગ કરીને 200 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. ટાટા પ્લેનું HD STB કંપનીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.