બજાજ તે કરશે જે પહેલા કોઈએ નથી કર્યું! લાવી રહી છે દુનિયાની પહેલી આવી બાઇક
બજાજ તે કરશે જે પહેલા કોઈએ નથી કર્યું! લાવી રહી છે દુનિયાની પહેલી આવી બાઇક
બજાજ ઓટો એવું કરવા જઈ રહી છે જે પહેલા કોઈએ કર્યું નથી. જી હા, કંપની વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.
તાજેતરમાં બજાજની CNG બાઇક પણ ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે, તેનો લુક અને ડિઝાઇન કંપનીની અન્ય કોમ્યુટર બાઇકોથી તદ્દન અલગ છે
કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ બજાજે તાજેતરના ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે બજાજ ઓટો આગામી ક્વાર્ટરમાં પ્રથમ CNG બાઇક લોન્ચ કરશે.
રાજીવ બજાજે CNBC-TV 18ને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “બજાજની આગામી મોટરસાઇકલ વિશ્વની પ્રથમ બાઇક હશે જે CNG સંચાલિત હશે.”
બજાજ વધુમાં જણાવે છે કે, “પરીક્ષણ દર્શાવે છે કે આ CNG મોટરસાઇકલ પેટ્રોલ બાઇકની સરખામણીમાં લગભગ 50% ઓછું CO2 અને 90% ઓછું નોન-મિથેન હાઇડ્રોકાર્બન ઉત્સર્જન કરે છે.”
બજાજે કહ્યું, “આ બાઇક તે જ કરશે જે હીરો હોન્ડાએ 40 વર્ષ પહેલા કર્યું હતું, તેઓએ માઇલેજ લગભગ બમણું કર્યું. જેનાથી સામાન્ય માણસના ખિસ્સા પરનો બોજ ઓછો થયો.”
જો કે હજુ સુધી આ બાઇક વિશે કોઇ ટેકનિકલ માહિતી મળી નથી. પરંતુ કંપની CNG સેગમેન્ટમાં પ્રવેશ્યા પછી કેટલાક અન્ય મોડલ પણ રજૂ કરશે.