અનેક ગુણોથી ભરપૂર છે CHIA SEEDS, જાણો કયા સમયે સેવન કરવાથી થાય છે અઢળક ફાયદા

અનેક ગુણોથી ભરપૂર છે CHIA SEEDS, જાણો કયા સમયે સેવન કરવાથી થાય છે અઢળક ફાયદા

દેખાવમાં નાના લાગતા બીજમાં વિટામીન્સ, મિનરલ્સ, ઓમેગા-3, ફેટી એસિડ, ફાઇબર, પ્રોટીન, એન્ટી ઓક્સિડન્ટ્સ અને કેલ્શિયમનો ભંડાર હોય છે. આ સાથે આયરનથી પણ ભરપૂર હોય છે.

ચિયા બીજને તકમરિયાં કહેવાય છે. ફાલૂદામાં જે કાળા બીજ નાખવામાં આવે છે એ જ ચિયા બીજ છે. તેને પાણીમાં નાખવાથી તે ફૂલી જાય છે અને ચિકણાં થઈ જાય છે. 

કેન્સર સામે રક્ષણ 

સંશોધનમાં આ વાત સાબિત થઇ છે કે ફાઇબર અને ફાઇટોકેમિકલ્સને કારણે આ કેન્સરના પ્રભાવને ઓછો કરી શકે છે. આ સિવાય પ્રોટેસ્ટ કેન્સરના જોખમને ઓછુ કરે છે.

હાડકામાં મજબૂતી

ચિયા સિડ્સમાં કેલ્શિયમનું પ્રમાણ સારામાં સારું હોય છે. કેલ્શિયમ હાડકાં મજબૂત કરવાનું કામ કરે છે. 

કોલેસ્ટ્રોલ કંટ્રોલ

કોલેસ્ટ્રોલ કરવા માટે ચિયા સિડ્સ સૌથી બેસ્ટ છે. ચિયા સિડ્સમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે જે ઓમેગા 3 ફેટી એસિડને કંટ્રોલમાં કરવાનું કામ કરે છે.

ડાયાબિટીસ કંટ્રોલ

ચિયા સિડ્સ સુગર લેવલ કંટ્રોલમાં કરવાનું કામ કરે છે. આમ, તમને ડાયાબિટીસ છે તો તમે દરરોજ સવારમાં ચિયા સિડ્સનું સેવન કરવાનું શરૂ કરી દો. 

આ સમયે સેવન કરો

ચિયા સિડ્સનું સેવન કરવા માટે ખાસ કરીને રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી ચિયા સિડ્સ નાખો અને પલાળી દો. ત્યારબાદ આ પાણી સવારમાં પીઓ. આ સેવન કરવાની એક બેસ્ટ રીત છે.  

ખાલી પેટ ખાઓ અજમો અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને કરો છૂમંતર
Find out More