શું તમે UPI દ્વારા પેમેન્ટ કરો છો? જાણો 2024માં આ પાંચ ફેરફાર

શું તમે UPI દ્વારા પેમેન્ટ કરો છો? જાણો 2024માં આ પાંચ ફેરફાર

યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI)નો ઉપયોગ ભારતમાં દરેક જગ્યાએ થઈ રહ્યો છે.

NPCI દ્વારા ડેવલપ આ સિસ્ટમ દ્વારા, પેમેન્ટ એક ક્ષણમાં થાય છે અને નાણાં એક ખાતામાંથી બીજા ખાતામાં તરત જ ટ્રાન્સફર થાય છે

UPIને 2016માં સાર્વજનિક રૂપે રજૂ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તેમાં ઘણા ફેરફારો થયા છે. ચાલો જાણીએ તેમાં થયેલા ફેરફાર વિશે 

NPCIએ કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ એક વર્ષ સુધી UPI દ્વારા પેમેન્ટ નહીં કરે તો તેનું ID બંધ કરી દેવાશે

બીજો મોટો ફેરફાર ‘UPI ફોર સેકન્ડરી માર્કેટ’નું સત્તાવાર લોન્ચિંગ છે, જે દેશમાં ઈક્વિટી ટ્રેડિંગને સરળ બનાવે છે

આ એપ ક્લિયરિંગ કોર્પોરેશન દ્વારા T1 ધોરણે પેમેન્ટ કરવા, ફંડને બ્લોક કરવા કામ કરે છે.

ત્રીજો ફેરફાર UPI પેમેન્ટ માટે ટ્રાન્ઝેક્શન લિમિટ વધારવાનો છે

લિમિટ 1 લાખથી વધારીને 5 લાખ કરવામાં આવી છે. આ લિમિટ હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓને પેમેન્ટ માટે લાગુ પડશે

ભારતનું પ્રથમ UPI-ATM લોન્ચ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત રોકડ ઉપાડની મંજૂરી છે.

સુરક્ષા સુનિશ્ચિત કરવા અને યુઝર્સને છેતરપિંડીથી બચાવવા માટે, 2,000 રૂપિયાથી વધુના પેમેન્ટ કરનારાઓ માટે ચાર કલાકની મર્યાદા આપવામાં આવી છે.

New Rules January 2024: નવા વર્ષમાં બેન્કિંગ, સિમ કાર્ડ અને આધાર સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર
Find out More