સારા સમાચાર! હવે તમે આસાનીથી સરકારી બોન્ડ ખરીદી શકશો… RBIએ કરી મોટી જાહેરાત
સારા સમાચાર! હવે તમે આસાનીથી સરકારી બોન્ડ ખરીદી શકશો… RBIએ કરી મોટી જાહેરાત
RBI ટૂંક સમયમાં રિટેલ રોકાણકારો માટે નવી સુવિધા શરૂ કરવા જઈ રહી છે.
આ સાથે હવે સરકારી બોન્ડ કે સિક્યોરિટીઝમાં રોકાણ કરવાનું આસાન બનશે.
RBI રિટેલ ડાયરેક્ટ સ્કીમ હેઠળ એક મોબાઈલ એપ લોન્ચ કરશે, જેના દ્વારા સરકારી બોન્ડમાં સીધું રોકાણ કરી શકાશે.
કેન્દ્રીય અને સરકારી બોન્ડની સાથે, તમે ટ્રેઝરી બિલ પણ ખરીદી શકશો. આપને જણાવી દઈએ કે RBIએ 2021માં રિટેલ ડાયરેક્ટ સ્કીમ શરૂ કરી હતી.
આ યોજના RBI સાથે ગિલ્ટ એકાઉન્ટ જાળવવા અને સરકારી ઇક્વિટીમાં રોકાણ કરવાની સુવિધા પૂરી પાડે છે.
ભારતીય રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષ 2025ની પ્રથમ નાણાકીય નીતિ દરમિયાન આ સુવિધાની જાહેરાત કરી છે.
યોજાયેલી આ બેઠકમાં ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે લીધેલા નિર્ણય વિશે માહિતી આપી હતી.
આ બેઠકમાં RBIએ રેપો રેટ ન વધારવાનો નિર્ણય લીધો હતો, જેના કારણે રેપો રેટ 6.5 ટકા પર સ્થિર છે.
આ સાથે RBIએ રિટેલ ડાયરેક્ટ સ્કીમ હેઠળ મોબાઈલ એપ લોન્ચ કરવાની પણ વાત કરી હતી.
UPI દ્વારા રોકડ જમા કરાવવાની સુવિધા શરૂ કરવા વિશે પણ માહિતી આપવામાં આવી હતી.
આજની બચતનો ઉપયોગ જાણો આવનાર સમયમાં કેવી રીતે બનશે તમારો ઘર ખર્ચ
Find out More