આ 5 ભૂલ કરશો તો વીમા કંપની રિજેક્ટ કરી દેશે તમારો Claim
આ 5 ભૂલ કરશો તો વીમા કંપની રિજેક્ટ કરી દેશે તમારો Claim
જો તમારી પાસે હેલ્થ ઈન્શ્યોરન્સ છે, કે લેવાની યોજના બનાવી રહ્યા હોવ, તો તમારે એક બાબતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે.
તેને તમે ઘરે બેઠા ઓનલાઈન પણ ખરીદી શકો છો. પરંતુ ઘણીવાર તમારાથી એક ભૂલ થઈ જાય છે અને તેનાથી તમને ભવિષ્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
પોલિસી ખરીદ્યા બાદ તેના ક્લેમના સમયે કોઈ પ્રકારની મુશ્કેલી ન આવે, તેના માટે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
આ કારણોને અવગણવાથી તમારો દાવો નકારવામાં આવી શકે છે.
1. ખોટી રીતે ભરવામાં આવેલું આવેદન પત્ર, દસ્તાવેજની અછતના કારણે તમારો ક્લેમ રિજેક્ટ થઈ શકે છે. પ્રક્રિયાને સમજવા માટે તમે પહેલા વીમા કંપનીનો સંપર્ક કરો.
2. હેલ્થ ઈન્શ્યોરન્સ આપનારી કંપનીઓ પોલિસી આપતા સમયે પહેલાથી કોઈ બીમારીને કવર નથી કરતી. એવામાં તમારે ક્લેમ રિજેક્ટ થવાની શક્યતા વધી જાય છે.
3. હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીને સમયસર રિન્યૂ કરવી જરૂરી છે, જો પોલિસી સમાપ્ત થઈ જાય, તો તમારો કોઈપણ દાવો સ્વીકારવામાં આવશે નહીં.
4. વેઈટિંગ પીરિયડ- સ્વાસ્થ્ય વીમાના કિસ્સામાં, રાહ જોવાની અવધિનો અર્થ એ છે કે તમારે વીમા કવરનો લાભ મેળવવા માટે ચોક્કસ સમયગાળા સુધી રાહ જોવી પડશે.
5. દરેક પોલિસીમાં કેટલીક શરતો હોય છે, જેના હેઠળ તમારી બીમારીનું એક નાણાકીય કવર આપવામાં આવે છે. પરંતુ કેટલીક શરતો હેઠળ તમે દાવો કરી શકતા નથી.