‘આ ઢોસા છે સોના-ચાંદી બરાબર’… કિંમત જાણીને તમે પણ ચોંકી જશો!
‘આ ઢોસા છે સોના-ચાંદી બરાબર’… કિંમત જાણીને તમે પણ ચોંકી જશો!
ઢોસા, દક્ષિણ ભારતીય વાનગી, સમગ્ર ભારતમાં પસંદ કરવામાં આવે છે અને મોટેભાગે તેનો ઉપયોગ નાસ્તા તરીકે થાય છે.
ભારતમાં ઘણી જગ્યાએ ઢોસા સામાન્ય રીતે 20થી 100 વચ્ચે વેચાય છે.
પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી એક એક ઢોસાની કિંમત ઝડપથી વાયરલ થઈ રહી છે.
તેની કિંમતે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. ઢોસાની કિંમત સાથે ડિટેલ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાઇ છે.
પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેના પર લોકો અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
આ પોસ્ટ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટની એક રેસ્ટોરન્ટની છે
આ રેસ્ટોરન્ટે તેના મેનૂમાં 600 રૂપિયાની ભારે કિંમત સાથે ઢોસા લોન્ચ કર્યા છે.
છાશ સાથેના બેઝિક મસાલા ઢોસાની કિંમત રૂપિયા 600 છે, જ્યારે બેન્ને ખલી ઢોસાની કિંમત 620 છે.
ઢોસા સાથે ફિલ્ટર કોફી અથવા લસ્સી પસંદ કરનારાઓ માટે, કિંમતો હજુ પણ વધી જાય છે.
ઈન્સ્ટાગ્રામ પર આ વાયરલ પોસ્ટને 9 મિલિયન લોકોએ જોઇ છે અને વિવિધ રીતે કોમેન્ટ કરી રહ્યા છે.
New Year Resolutions 2024: નવા વર્ષની શરૂઆત સાથે આ 5 સંકલ્પ તમારું જીવન બદલશે
Find out More