Broker's Top Picks: એબીબી ઈન્ડિયા, આલ્કેમ લેબ્સ, ઝાયડસ લાઈફ, ટ્રેન્ટ, એલેમ્બિક ફાર્મા, કોનકોર, JB કેમિકલ્સ, બાયોકોન છે બ્રોકરેજના રડાર પર
મૉર્ગન સ્ટેનલીએ ટ્રેન્ટ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 4812 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1માં ટોપ લાઈન અને માર્જિન બીટ કર્યા.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ABB ઈન્ડિયા પર જેફરિઝ
જેફરિઝે ABB ઈન્ડિયા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 9230 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2CY24માં EBITDA અપેક્ષાઓ કરતાં 17% વધુ છે. Q2CY24માં EBITDA 630 bps YoY, માર્જિન Expansion Offset 11% છે. ચૂંટણી ક્વાર્ટરમાં કંપનીએ ₹200 કરોડની આવકની અસર જોવા મળી. વર્ષ દર વર્ષના આધાર પર કંપનીનો ઓર્ડર ફ્લો 13% વધ્યો.
આલ્કેમ લેબ્સ પર નોમુરા
નોમુરાએ આલ્કેમ લેબ્સ પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 5605 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1 સેલ્સ અનુમાનથી ખરાબ રહ્યા. તેના EBITDA અનુમાન મુજબ રહ્યા. કંપનીએ FY25માં તેનું EBITDA માર્જિન ગાઇડન્સ 18% જાળવી રાખ્યું.
આલ્કેમ લેબ્સ પર જેફરિઝ
જેફરિઝે આલ્કેમ લેબ્સ પર અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 5080 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY25 માટે EBITDA માર્જિન ગાઈડન્સ 18% રહેવાની અપેક્ષા છે.
ઝાયડસ લાઈફ પર જેફરિઝ
જેફરિઝે ઝાયડસ લાઈફ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 1210 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે USમાં EBITDA માર્જિન 34% પર ઓલ ટાઈમ હાઈ પર રહ્યા.
ટ્રેન્ટ પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ ટ્રેન્ટ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 4812 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1માં ટોપ લાઈન અને માર્જિન બીટ કર્યા.
એલેમ્બિક ફાર્મા પર HSBC
HSBC એ એલેમ્બિક ફાર્મા પર રેટિંગ ડાઉગ્રેડ કરી રિડ્યુસ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1080 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1ના પરિણામ ખરાબ જાહેર, USમાં સેલ્સ ઈન-લાઈન રહ્યા. કંપનીનું US વેચાણ ધીમે ધીમે વધી રહ્યું છે.
CONCOR પર જેફરિઝ
જેફરિઝે CONCOR પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1195 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1માં EBITDA અનુમાન કરતાં 7% નીચે,વોલ્યુમ ગ્રોથ અનુમાનથી નીચે છે. વર્ષ દર વર્ષના આધાર પર FY25માં વોલ્યુમ ગ્રોથ ગાઇડન્સ18-20% જાળવી રાખ્યું.
JB કેમિકલ્સ પર જેફરિઝ
જેફરિઝે JB કેમિકલ્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 2230 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1માં EBITDA અનુમાન મુજબ 7% રહ્યા. કરાર કરેલા ઓપ્થલ પોર્ટફોલિયો સહિત સ્થાનિક વ્યાપાર વાર્ષિક ધોરણે 22% વધ્યો.
બાયોકોન પર HSBC
HSBC એ બાયોકોન પર રેટિંગ ડાઉનગ્રેડ કરી રિડ્યુસ કર્યા. તેમણે તેના પર લક્ષ્યાંક 300 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.