Brokerage Radar: અપોલો હોસ્પિટલ્સ, બાયોકોન, આઈશર મોટર્સ, એસ્કોર્ટ્સ કુબોટા, વરૂણ બેવરેજીસ, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ છે બ્રોકરેજના રડાર પર
એચએસબીસીએ વરૂણ બેવરેજીસ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹670 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 25% નવી ક્ષમતા છે. ઈનોવેશન અને મજબૂત વોલ્યુમ મોમેન્ટમ કંપનીને અલગ બનાવવામાં મદદ છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સિમેન્ટ પર CLSA
CLSAએ સિમેન્ટ પર ગત વર્ષના નબળા પ્રદર્શન બાદ હવે રિકવરીની અપેક્ષા આપી છે. Q4માં અને FY26 માં સિમેન્ટની માંગમાં વધારો થવાની અપેક્ષા છે. 15 લિસ્ટેડ સિમેન્ટ કંપનીઓનું વિશ્લેષણ કર્યું. Q3માં મિડ સિંગલ ડિજિટ ગ્રોથ વોલ્યુમ રહ્યું. ડિસેમ્બરમાં વોલ્યુમ ગ્રોથમાં વધારો જોવા મળ્યો. ચેનલ ચેક દર્શાવે છે જાન્યુઆરીમાં સેલ્સ ગ્રોથ 6-8% વધ્યો છે. વર્તમાન સ્પોટ સિમેન્ટ ભાવ FY25 YTD સરેરાશ કરતા 1.5-2% વધુ. લાર્જકેપમાં અંબુજા સિમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ પ્રીફર છે. મિડકેપમાં દાલ્મિયા ભારત પ્રીફર છે.
અપોલો હોસ્પિટલ્સ પર HSBC
એચએસબીસીએ અપોલો હોસ્પિટલ્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹8730 પ્રતિશેરથી ઘટાડીને ₹8130 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમણે વર્ષ દર વર્ષના આધાર પર Q3માં હોસ્પિટલ આવક 13% વધી. વોલ્યુમ અને મિક્સમાં પીક-અપ જોવા મળ્યું.
અપોલો હોસ્પિટલ્સ પર UBS
યુબીએસે અપોલો હોસ્પિટલ્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹8500 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મજબૂત પ્રદર્શન, ફરીથી રેટિંગની અપેક્ષા છે. હોસ્પિટલો માટે ARPOB માં 8% વાર્ષિક ગ્રોથ છે. ઓક્યુપન્સીમાં 200bp વાર્ષિક ધોરણે સુધારો થયો.
બાયોકોન પર HSBC
એચએસબીસીએ બાયોકોન પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹430 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીની ગ્લોબલ બાયોસિમિલર્સ તકો પર ઉત્સાહિત છે. મલેશિયા પ્લાન્ટમાંથી એસ્પાર્ટનું લોન્ચિંગ મહત્વપૂર્ણ રહેશે.
આઈશર મોટર્સ પર HSBC
એચએસબીસીએ આઈશર મોટર્સ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹5000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઓપરેટિંગ માર્જિનમાં ઘટાડો થયો છે. પ્રોડક્ટ લોન્ચ, વધુ માર્કેટિંગ પ્રયાસો, પ્રતિકૂળ પ્રોડક્ટ મિશ્ર Headwinds છે.
એસ્કોર્ટ્સ કુબોટા પર HSBC
એચએસબીસીએ એસ્કોટર્સ કુબોટા પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સ્થાનિક ટ્રેક્ટર માંગ અને મોમેન્ટમ યથાવત્ રહેવાની અપેક્ષા છે. નીચલા સ્તરેથી ટ્રેક્ટર નિકાસમાં મજબૂત રિકવરીની અપેક્ષા છે.
વરૂણ બેવરેજીસ પર HSBC
એચએસબીસીએ વરૂણ બેવરેજીસ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹670 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 25% નવી ક્ષમતા છે. ઈનોવેશન અને મજબૂત વોલ્યુમ મોમેન્ટમ કંપનીને અલગ બનાવવામાં મદદ છે.
પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ પર HSBC
એચએસબીસીએ પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹5650 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીના માર્કેટ શેરમાં સતત વધારો થવાની અપેક્ષા છે. FY27E સુધીમાં $2 બિલિયનની આવકની અપેક્ષા છે. 19% CAGR આવકની અપેક્ષા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.