Broker's Top Picks: ઓરોબિન્દો ફાર્મા, ઈન્ફો એજ, ટીટીકે પ્રેસ્ટિજ, અફકોન્સ ઈન્ફ્રા, કેઈસી ઈન્ટરનેશનલ છે બ્રોકરેજના રડાર પર
નોમુરા એફકોન્સ ઈન્ફ્રા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹560 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4ના પરિણામ ખરાબ, FY26 માટે મજબૂત ગાઈડન્સ છે. FY26/FY27 માટે EPS અનુમાન 1% ઘટાડ્યુ. FY26માં મેનેજમેન્ટને ₹20000-25000 કરોડના ઓર્ડરની અપેક્ષા છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ઓરોબિન્દો ફાર્મા પર સિટી
સિટીએ ઓરોબિન્દો ફાર્મા પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹1100 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે $ EBITDA અનુમાનથી નીચે છે. રિવલિમિડનું યોગદાન માર્જિનને મળ્યું, બેઝ-લાઇન EBITDA માર્જિન 18.5% રહ્યા. મેનેજમેન્ટની કમેન્ટરી નીરાશાજનક રહી. USમાં ગ્રોથ ધીમો રહેવાની આગામી 2-3 ક્વાર્ટરમાં નરમાશ રહી શકે છે. નકારાત્મક માર્જિન સરપ્રાઇઝની શક્યતા છે. FY26-27માં EPS અનુમાનમાં 8% નો ઘટાડો થયો છે.
ઓરોબિન્દો ફાર્મા પર GS
ગોલ્ડમેન સૅક્સે ઓરોબિન્દો ફાર્મા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1275 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીએ ઉચ્ચ સિંગલ-ડિજિટ ટોપલાઇન ગ્રોથ માટે ગાઈડન્સ આપ્યું. FY26માં માર્જિન જાળવી રાખે તેવી અપેક્ષા છે. વર્તમાન વેલ્યુએશન કવરેજ 30-40% ડિસ્કાઉન્ટ પર છે.
ઓરોબિન્દો ફાર્મા પર CLSA
સીએલએસએ એ ઓરોબિન્દો ફાર્મા પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1400 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4FY25માં આવક મજબૂત અને EBITDA અંદાજ સાથે ઈનલાઈન છે. FY26માં હાઈ સિંગલ ડિજિટ આવક ગ્રોથનું ગાઈડન્સ છે. ફ્લેટ EBITDA માર્જિન માટે ગાઈડન્સ છે. આગના કારણે Pen-G પ્લાન્ટના કામચલાઉ ધોરણે બંધથી ગાઈડન્સ પર અસર છે.
ઈન્ફો એજ પર સિટી
સિટીએ ઈન્ફો એજ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹1675 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે જાહેરાત ખર્ચમાં વધારો થવાને કારણે EBITDA અંદાજ કરતાં ઓછો છે. એટ્રીશન રેટ સામાન્ય રહેવાથી FY25 બિલિંગ ગ્રોથને સપોર્ટ છે. આગામી સમયમાં IT ક્ષેત્રમાં એટ્રિશન રેટ નહીં વધવાની અપેક્ષા છે.
ઈન્ફો એજ પર નોમુરા
નોમુરાએ ઈન્ફો એજ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1670 પ્રતિશેરના નક્કી કર્યા છે. કોર રિક્રૂટમેન્ટમાં યથાવત્ રહેશે. જાહેરાત ખર્ચમાં વધારો થવાને કારણે PBT માર્જિનમાં દબાણ રહેશે. રિયલ એસ્ટેટ સેગમેન્ટમાં સ્થિર બિલિંગ ગ્રોથ છે. FY26-27 માટે EPS અનુમાન 5-9% ઘટ્યા.
TTK પ્રેસ્ટિજ પર CLSA
સીએલએસએ એ ટીટીકે પ્રેસ્ટિજ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹620 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4ના પરિણામ અનુમાન કરતાં ખરાબ છે. આવક વધી પણ માર્જિન 449 Bps ઘટ્યા.
Afcons ઇન્ફ્રા પર નોમુરા
નોમુરા એફકોન્સ ઈન્ફ્રા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹560 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4ના પરિણામ ખરાબ, FY26 માટે મજબૂત ગાઈડન્સ છે. FY26/FY27 માટે EPS અનુમાન 1% ઘટાડ્યુ. FY26માં મેનેજમેન્ટને ₹20000-25000 કરોડના ઓર્ડરની અપેક્ષા છે.
KEC ઈન્ટરનેશનલ પર નોમુરા
નોમુરાએ કેઈસી ઈન્ટરનેશનલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹985 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4ના પરિણામ અનુમાન કરતાં ખરાબ છે. ઓર્ડર પાઇપલાઇન મજબૂત છે. FY25-28 માટે EPS CAGR અનુમાન 36% છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.