Brokerage Radar: ઓટો સેક્ટર, ઑઈલ એન્ડ ગેસ, ભારતી એરટેલ, કલ્યાણ જ્વેલર્સ, ઝાયડસ લાઈફ, ડોમસ, એલએન્ડટી છે બ્રોકરેજના રડાર પર
નુવામાએ DOMS પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3210 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નાણાકીય વર્ષ 26માં કંસોલિડેટેડ રેવેન્યુમાં 23-25% વધવાની અપેક્ષા છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ઓટો સેક્ટર પર જેફરિઝ
જેફરિઝે ઓટો સેક્ટર પર FY25-27 દરમિયાન 2-વ્હીલર અને ટ્રેક્ટરના વોલ્યુમ 13-15% CAGR પર વધવાની અપેક્ષા છે. નાણાકીય વર્ષ 25-27માં PVs અને ટ્રક વોલ્યુમ ગ્રોથ 2W અને ટ્રેક્ટરના વોલ્યુમથી આગળ રહી શકે છે. M&Mની ટ્રેક્ટર, PVs અને LCVs શેર્સ વધી રહ્યા છે. TVS મોટરના સ્થાનિક અને 2-વ્હીલર એક્સપોર્ટ બન્નેમાં ગ્રોથ જોવા મળ્યો. M&M, આયશર મોટર્સ અને TVS મોટર ટોપ પીક છે. બજાજ ઓટો માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹13400 પ્રતિશેરથી ઘટાડીને ₹10350 પ્રતિશેર નક્કી કર્યા છે. હીરો મોટો કોર્પ માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹5500 પ્રતિશેરથી ઘટાડીને ₹4900 પ્રતિશેર નક્કી કર્યા છે. આઈશર મોટર્સ માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹5500 પ્રતિશેરથી વધારીને ₹6600 પ્રતિશેર નક્કી કર્યા છે. M&M માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3700 પ્રતિશેરથી વધારીને ₹4075 પ્રતિશેર નક્કી કર્યા છે.
ઓઈલ એન્ડ ગેસ પર જેફરિઝ
જેફરિઝે ઓઈલ એન્ડ ગેસ પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ FY26માં ફરી Mid-teens ગ્રોથ હાસલ કરી શકે છે. પ્રોડક્શન ગ્રોથ અને પ્રાઈસિંગ રિફોર્મ સાથે ONGC આકર્ષક છે. GAILના સારા ગ્રોથ અને ટેરિફ વધવાની અપેક્ષા સાથે રિ-રેટિંગ કર્યા છે. BPCL ટોપ પીક છે. CGDs પર અન્ડરપરફોર્મ કર્યા છે.
ભારતી એરટેલ પર HSBC
એચએસબીસીએ ભારતી એરટેલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1940 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY25માં ડિવિડન્ડ 114% સુધરી ₹17 પ્રતિશેર થઈ શકે છે. FCF આઉટલુકમાં સુધારાથી ડિવિડન્ડમાં ઉછાળો શક્ય છે. FY27માં ડિવિડન્ડ ₹34 પ્રતિશેર થવાની અપેક્ષા છે. FY25-27ના અનુમાનથી ડિવિડન્ડ 28-45% વધુ છે. મોબાઇલ ARPUમાં વધારો, હોમ બ્રોડબેન્ડથી ગ્રોથની અપેક્ષા છે.
કલ્યાણ જ્વેલર્સ પર સિટી
સિટીએ કલ્યાણ જ્વેલર્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹810 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3 અપડેટથી સાાર ગ્રોથની અપેક્ષા છે. 4QFY25 માં ભારતમાં 30'કલ્યાણ'અને 15'કેન્ડેર'સ્ટોર ઉમેરવાની અપેક્ષા છે. ભારતમાં 90 'કલ્યાણ'અને 80 'કેન્ડેરે'સ્ટોર્સની અપેક્ષા છે.
ઝાયડસ લાઈફ પર મેક્વાયરી
મેક્વાયરીએ ઝાયડસ લાઈફ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1365 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મેન્કેસ રોગ માટે CUTX-101 દવાની US FDA પાસેથી મંજૂરી મળી.
DOMS પર નુવામાં
નુવામાએ DOMS પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3210 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નાણાકીય વર્ષ 26માં કંસોલિડેટેડ રેવેન્યુમાં 23-25% વધવાની અપેક્ષા છે.
L&T પર BNP પરિબાસ
BNP L&T પર પરિબાસે આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹4605 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નાણાકીય વર્ષ 26માં ગાઈડન્સ પેરામીટરના હિસાબે ડિવિલરી માટે તૈયાર કરશે. વાર્ષિક ધોરણે ઓર્ડરમાં 10% ગ્રોથ શક્ય છે. FY26માં પણ મજબૂત રહેવાની અપેક્ષા છે. આવક,ઓર્ડર ઇનફ્લો અને સેલ્સમાં લક્ષ્ય હાંસલ કર્યા છે. ઓર્ડર ઇનફ્લો FY25 ગાઇડન્સ કરતાં વધુ સારો રહેવાની અપેક્ષા છે. FY26E માં કોર EBITDA માર્જિન 9% સુધી સુધરી શકે છે. FY26માં 18% નું મજબૂત ROE શક્ય છે. આગળ જતાં સારા પરિણામોની અપેક્ષા સાથે શેરનું રિ-રેટિંગ શક્ય છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)