Today's Broker's Top Picks: બજાજ ફાઈનાન્સ, કોફોર્જ, કેપીઆઈટી, કજારીયા સિરામિક્સ, ટીવીએસ મોટર, ગોદરેજ પ્રોપર્ટીઝ, બાયોકૉન, એસબીઆઈ લાઈફ છે બ્રોકરેજના રડાર પર
જેફરિઝે ટીવીએસ મોટર્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને 3270 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2મા EBITDA ગ્રોથ 20% YoY પણ અનુમાનથી 4% નીચે રહ્યા છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
બજાજ ફાઈનાન્સ પર HSBC
એચએસબીસીએ બજાજ ફાઈનાન્સ પર રેટિંગ અપગ્રેડ કરી ખરીદારીના કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 7740 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે પ્રોફિટ ગ્રોથમાં ધીમે ધીમે રિકવરી આવી શકે છે. કન્ઝ્યુમર લોન ગ્રોથ અને ક્રેડિટ કોસ્ટમાં રિકવરીથી નફાને ટેકો છે.
કોફોર્જ પર નોમુરા
નોમુરાએ કોફોર્જ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 8480 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY25 માટે ડબલ ડિજિટ આવક ગ્રોથ રહેશે. મજબૂત હેડકાઉન્ટ એડિશન છે. 12 મહિના એક્ઝિક્યુટેબલ ઓર્ડર બુકમાં સુધારો રહેશે. મજબૂત એક્ઝિક્યુટેબલ ઓર્ડર બુકથી આવક આઉટલુકમાં સુધારો રહેશે. માર્જિનમાં પણ સુધારો આવ્યો. FY25-27 દરમિયાન EPSમાં 0.6-2.4% વધારો આવશે.
કોફોર્જ પર સિટી
સિટીએ કોફોર્જ પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 6720 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2 આવક આગળ જ્યારે માર્જિન ઇન-લાઇન છે. મુખ્ય ફોકસ ક્ષેત્રોમાં એક્ઝિક્યુટેબલ ઓર્ડરબુક (ઓર્ગેનિક)નો સમાવેશ થશે. નજીકના ગાળામાં ગ્રોથની અપેક્ષા છે. મેનેજમેન્ટની કમેન્ટરીમાં ગ્રોથ જાળવી રાખવાની શક્યતા છે. કંસો સિગ્નિટી EPSમાં 4-5% સુધારો થશે.
કોફોર્જ પર HSBC
એચએસબીસીએ કોફોર્જ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને 8200 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કોફોર્જ અને સિગ્નિટી બન્નેના Q2ના પરિણામ મજબૂત જાહેર છે. Q2માં આવક અને માર્જિન આઉટલુકમાં મજબૂતી છે. ઓર્ગેનિક ગ્રોથ મજબૂત રહેશે. સિગ્નિટીમાં વધારાના હિસ્સા માટે ઓપન ઑફર 29 ઑક્ટોબરના શરૂ થશે.
કોફોર્જ પર MS
મોર્ગન સ્ટેનલીએ કોફોર્જ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધીરીને 8000 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીએ આવક ગ્રોથ મજબૂત રહેશે. કંપનીની મજબૂત મોટી પાઈપલાઈન,મજબૂત હેડકાઉન્ટ એડિશન છે.
KPIT ટેક પર JP મૉર્ગન
જેપી મૉર્ગને કેપીઆઈટી ટેક પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને 1900 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY25 CC રેવેન્યુ ગ્રોથ નીચા રહ્યા,પણ 18-22% ગાઈડન્સ જાળવી રાખ્યા છે. ડીલ રેમ્પ અપ અને ડીલ ક્લોઝરમાં વિંલંબથી ગાઈડન્સ ઘટાડ્યુ છે.
કજારીયા સિરામિક્સ પર HSBC
એચએસબીસીએ કજારીયા સિરામિક્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને 1500 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નોન-ટાઈલ બિઝનેસ અને સ્ટેબિલાઝેશન ખર્ચમાં નરમાશથી માર્જિનમાં ઘટાડો આવ્યો. H2માં રિકવરીની અપેક્ષા છે.
TVS મોટર પર જેફરિઝ
જેફરિઝે ટીવીએસ મોટર્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને 3270 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2મા EBITDA ગ્રોથ 20% YoY પણ અનુમાનથી 4% નીચે રહ્યા છે. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર EBITDA માર્જિનમાં 20 bpsનો સુધારો કર્યો. Q3માં સ્થાનિક 2વ્હીલર 7-8%,ઇન્ડસ્ટ્રી કરતાં કંપનીનો ગ્રોથ મજબૂત રહેશે.
ગોદરેજ પ્રોપર્ટીઝ પર HSBC
એચએસબીસીએ ગોદરેજ પ્રોપર્ટીઝ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3700 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ફંડ એકત્રથી મધ્યમ ગાળામાં 20% થી વધુને વેગ મળશે.
બાયોકોન પર HSBC
એચએસબીસીએ બાયોકોન પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 300 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કોર્ટના પોઝિટીવ નિર્ણયથી USમાં Eylea માટે બાયોસિમિલરનું લોન્ચથી સારી સ્થિતિ છે. યેસાફિલીનું સમયસર લોન્ચ (ઇલ્યા જેવું જૈવિક)મહત્વપૂર્ણ છે.
SBI લાઈફ પર UBS
યુબીએસે એસબીઆઈ લાઈફ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1940 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે પ્યોર પ્રોટેક્શન પર વિશેષ ફોકસ સાથે નવી પ્રોડક્ટ્સ લોન્ચ રહેશે. 37મા મહિના પછી સુધારો જોવા મળ્યો.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)