Today's Broker's Top Picks: બજાજ ફિનસર્વ, ભારતી એરટેલ, અશોક લેલેન્ડ, ટાટા પાવર, લૉરસ લેબ્સ, સિન્જીન, આવાસ ફાઈનાન્શિયર્સ છે બ્રોકરેજના રડાર પર
ગોલ્ડમેન સૅક્સે લૉરસ લેબ્સે વેચવાલીની સલાહ આપી છે તેમણે તેના પર લક્ષ્યાંક 350 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીનો સેલ્સ ગ્રોથ અનુમાનથી 12% ઘટ્યો છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
બજાજ ફિનસર્વ પર નોમુરા
નોમુરાએ બજાજ ફિનસર્વ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1780 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 214 કરોડ રૂપિયાનો Q1 કંસો નફો મુખ્યત્વે તેની સબ્સિડરી બજાજ ફાઇનાન્સ દ્વારા સંચાલિત છે. બજાજ ફાઇનાન્સે કંપનીના નફામાં 81% યોગદાન આપ્યું. બજાજ ફાઇનાન્સનો AUM ગ્રોથ મજબૂત છે. બજાજ એલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સના APEમાં સ્થિરતા છે. બજાજ એલિયાન્ઝ લાઇફ ઇન્શ્યોરન્સના RoE 21.3% સુધી વધ્યો.
ભારતી એરટેલ પર મૉર્ગન સ્ટેનલી
મૉર્ગન સ્ટેનલીએ ભારતી એરટેલ પર ઈક્વલ વેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1330 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે એરટેલ આફ્રિકા Q1FY25 આવક/EBITDA અંદાજ કરતાં ઓછો છે. કેપેક્સમાં પણ ઘટાડો નોંધાયો છે. Holdco દેવાની સંપૂર્ણ ચુકવણી કરી છે.
અશોક લેલેન્ટ પર નોમુરા
નોમુરાએ અશોક લેલેન્ટ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 247 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1માં EBITDA માર્જિન ઈન-લાઈન છે. દરેક બિઝનેસમાં માગ મજબૂત રહેવાની મેનેજમેન્ટની અપેક્ષા છે.
ટાટા પાવર પર UBS
યુબીએસે ટાટા પાવર પર ખરીદદારીની સલાહ યથાવત્ છે. તેમણે તેના પર લક્ષ્યાંક 510 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે રિન્યુએબલ વેલ્યુ ચેઇન સાથે જોડાયેલા બિઝનેસ માટે EBITDA ગ્રોથ મજબૂત છે. રિન્યુએબલ વેલ્યુ ચેઇનમાં રિન્યુએબલ પાવર જનરેશન, સોલાર ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગનો સમાવેશ થાય છે. રિન્યુએબલ વેલ્યુ ચેઇનમાં મોટા પાયે સોલર EPC પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
લૉરસ લેબ્સ પર GS
ગોલ્ડમેન સૅક્સે લૉરસ લેબ્સે વેચવાલીની સલાહ આપી છે તેમણે તેના પર લક્ષ્યાંક 350 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીનો સેલ્સ ગ્રોથ અનુમાનથી 12% ઘટ્યો છે.
સિન્જીન પર UBS
યુબીએસે સિન્જીન પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 650 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1ના પરિણામ અનુમાનથી નબળા, માર્જિનમાં ઘટાડો આવ્યો છે. મેનેજમેન્ટની US બાયોટેક ફંડિંગમાં સુધારો આવવાની અપેક્ષા છે.
આવાસ ફાઇનાન્સિયર્સ પર MS
મોર્ગન સ્ટેનલીએ આવાસ ફાઈનાન્સિયર્સ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1675 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1નો નફો અનુમાનથી 2% મજબૂત રહ્યો. ક્રેડિટ કોસ્ટ 20 bps સાથે ઈન-લાઈન રહ્યા.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.