Broker's Top Picks: બેન્ક, ટેલિકોમ, રિલાયન્સ, બીએસઈ, પીએફસી, આરઈસી, ચોલા ઈન્વેસ્ટમેન્ટ, સન ફાર્મા, લાર્સન છે બ્રોકરેજના રડાર પર
એચએસબીસીએ લાર્સન પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3700 પ્રતિશેરથી ઘટાડીને ₹3600 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીનું રિયલ એસ્ટેટ છે, એનર્જી અને ડિફેન્સ સેગમેન્ટમાં ટ્રેક્શન છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
બેન્ક પર MS
મોર્ગન સ્ટેનલીએ બેન્ક લિક્વિડિટીમાં સુધારો આવ્યો છે. રેગ્યુલેટરી પડકારોમાં નરમાશ જોવા મળી રહી છે. લાર્જકેપ બેન્કમાં ICICI બેન્ક, કોટક બેન્ક, HDFC બેન્ક અને એક્સિસ બેન્ક પસંદ છે. બેન્ક ઓફ બરોડા માટે અન્ડરવેટના રેટિંગ આપ્યા છે.
ટેલિકોમ પર HSBC
એચએસબીસીએ ટેલિકોમ પર મોબાઇલ ARPU વધવાથી ભારતી એરટેલ અને જિયોનો કેશ ફ્લો વધવાની અપેક્ષા છે. હોમ બ્રોડબેન્ડ સબ્સ્ક્રાઇબર્સમાં ગ્રોથ, નેટવર્ક કેપેક્સમાં તીવ્રતાથી ઘટાડો છે. આગામી પાંચ વર્ષ સુધી કોઈ સ્પેક્ટ્રમ રિન્યુઅલ નથી. ભારતી એરટેલ માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1985 પ્રતિશેરના નક્કી કર્યા છે. વોડાફોન રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹6.5 પ્રતિશેરના નક્કી કર્યા છે.
રિલાયન્સ પર કોટક
કોટક સિક્યોરિટીઝના રિલાયન્સ પર રેટિંગ અપગ્રેડ કરી BUY ના કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1400 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સ્ટોકમાં નોંધપાત્ર સુધારો થયો છે. નબળા પ્રદર્શન માટે રિટેલ વેચાણમાં નરમાશ મુખ્ય કારણ હતું. સ્ટોર-રેશનલાઇઝેશન સાયકલ ટૂંક સમયમાં સમાપ્ત થવાની અપેક્ષા છે. આગામી કેટલાક ક્વાર્ટરમાં રિટેલ બિઝનેસમાં રિકવરીની અપેક્ષા છે.
રિલાયન્સ પર જેફરિઝ
જેફરિઝે રિલાયન્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1600 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે રિટેલમાં મંદી અને O2Cમાં નબળા અર્નિંગ્સ કારણે શેરમા ઘટાડો આવ્યો છે. FY26માં SSG ગ્રોથ અને એરિયા એડિશનથી રિટેલ ગ્રોથ 15% રિસ્ટોર થવાની અપેક્ષા છે. જો ટેરિફ હાઈક થાય તો પોઝિટીવ અસર શક્ય છે.
BSE પર GS
ગોલ્ડમેન સૅક્સે બીએસઈ પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹4230 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે NSEની એક્સપાયરી દિવસમાં ફેરફાર BSE માટે નેગેટિવ છે. એક્સપાયરી દિવસમાં ફેરફારથી BSEના F&O માર્કેટ શેર પર અસર છે. ફેરફારથી વીકલી સોદા પર સૌથી વધુ અસર શક્ય છે. ઓક્ટોબર સુધીમાં BSEનો માર્કેટ શેર 30% રહેવાનો અંદાજ હતો.
PFC/REC પર મેક્વાયરી
મેક્વાયરીએ PFC, REC માટે આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે REC પર લક્ષ્યાંક ₹700 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમણે PFC લક્ષ્યાંક ₹680 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નબળા PSU સેન્ટિમેન્ટને કારણે PFC/REC માં ઘટાડો થયો હતો. ક્રેડિટ રિક્સ ઓછું છે, ROE મજબૂત અને વેલ્યુએશન સસ્તા લાગી રહ્યા છે.
ચોલા ઈન્વેસ્ટમેન્ટ પર જેફરિઝ
જેફરિઝે ચોલા ઈન્વેસ્ટમેન્ટ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1700 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નોન ઓટો બિઝનેસમાં સુધારો યથાવત્ રહેશે.
સન ફાર્મા પર HSBC
એચએસબીસીએ સન ફાર્મા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમને તેના પર લક્ષ્યાંક ₹2280 પ્રતિશેરથી ઘટાડીને ₹2000 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવું છે કે ઇલુમ્યાના વેચાણ ગ્રોથ માટે ઘણી તકો છે.
L&T પર HSBC
એચએસબીસીએ લાર્સન પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3700 પ્રતિશેરથી ઘટાડીને ₹3600 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીનું રિયલ એસ્ટેટ છે, એનર્જી અને ડિફેન્સ સેગમેન્ટમાં ટ્રેક્શન છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.