Brokerage Radar: બીઈએલ, ડાબર, અદાણી પોર્ટ, ડૉ.લાલ પેથલેબ્સ, ગેલ, એસઆરએફ છે બ્રોકરેજના રડાર પર
નોમુરાએ GAIL પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹240 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે LPG/LHC સેગમેન્ટમાં EBIT અનુમાન કરતાં નીચે છે. ગેસ ટ્રાન્સમિશન EBIT અંદાજ કરતાં 4% નીચે, QoQ ધોરણે 2% નીચે છે. Adjusted ગેસ માર્કેટિંગ EBIT અંદાજ કરતા નીચે છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
BEL પર નોમુરા
નોમુરાએ BEL પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹363 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3ના પરિણામ અનુમાનથી સારા જાહેર થયા. Q4માં મોટા ઓર્ડરની અપેક્ષા છે. FY25મા પરિણામ 8% ઉપર રહ્યા. FY25માં EBITDA માર્જિન/EPS અનુમાન 200 bps/8% વધ્યા.
BEL પર જેફરિઝ
જેફરિઝે BEL પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹370 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3 EBITDA 51% અનુમાનથી વધુ રહ્યા. 23.7%ના અનુમાનથી સામે માર્જિન 28.7% રહ્યા. મેનેજમેનટે ગાઈડન્સ વધાર્યું, પરિણામના અંદાજ યથાવત્ રાખ્યા છે.
અદાણી પોર્ટ પર જેફરિઝ
જેફરિઝે અદાણી પોર્ટ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1440 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં EBITDA 4% અનુમાથી વધુ રહ્યા. SEZ આવકમાં વધારો થવાનો સપોર્ટ EBITDAને મળ્યો. મેનેજમેન્ટે FY25 માટે વોલ્યુમ ગ્રોથ ગાઈડન્સ 10-14% યથાવત્ રાખ્યું.
ડાબર પર નોમુરા
નોમુરાએ ડાબર પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹62 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3મના પરિણામ અનુમાન સાથે ઈન-લાઈન રહ્યા છે. ગ્રામિણ ક્ષેત્રમાં ધીરે-ધીરે સુધારો આવી રહ્યો છે. પણ શહેર ક્ષેત્રમાં નીચલા સ્તર પર પહોંચવાની આશંકા છે. વેચાણમાં ધીમે ધીમે વધારો થવાની અપેક્ષા છે. HPC વેચાણ +5.7%; હેલ્થકેર -1.3% જ્યારે બેવરેજીસ -10.3% છે.
ડૉ.લાલ પેથલેબ્સ પર નોમુરા
નોમુરાએ ડૉ.લાલ પેથલેબ્સ પર રેટિંગ અપગ્રેડ સાથે ખરીદાદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3315 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં આવક ઈન-લાઈન પણ EBITDA અને નફો અનુમાનથી નીચે છે. સાઉથ ઈન્ડિયામાં પોતાની હાજરી વિસ્તાર વધારવા પર ફોકસ રહેશે.
GAIL પર નોમુરા
નોમુરાએ GAIL પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹240 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે LPG/LHC સેગમેન્ટમાં EBIT અનુમાન કરતાં નીચે છે. ગેસ ટ્રાન્સમિશન EBIT અંદાજ કરતાં 4% નીચે, QoQ ધોરણે 2% નીચે છે. Adjusted ગેસ માર્કેટિંગ EBIT અંદાજ કરતા નીચે છે.
SRF પર નુવામા
નુવામાએ SRF પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2929 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 6 ક્વાર્ટરના નિરાશા પછી કેમિકલ્સ બિઝનેસમા મોમેન્ટમ રિવર્સ્ડ છે. EBITDA અનુમાન મુજબ 6.3% પર રહ્યા. કેમિકલ્સના વ્યવસાયમાં માર્જિન વિસ્તરણને કારણે 24.3% સુધીનો વધારો થયો છે. પેકેજિંગ ફિલ્મોએ મુશ્કેલ પરિસ્થિતિમાં સ્થિર પ્રદર્શન નોંધાવ્યું.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.