Today's Broker's Top Picks: ભારત ફોર્જ, ફ્યુઝન માઇક્રો ફાઈનાન્સ, એચએએલ, થર્મેક્સ છે બ્રોકરેજના રડાર પર
નોમુરાએ ભારત ફોર્જ પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1515 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મજબૂત ડિફેન્સ ઓર્ડર પરંતુ નજીકના ગાળાના ચક્રીય જોખમ છે. સ્થાનિક ડિફેન્સ સેગમેન્ટમાં લાંબાગાળા માટે પોઝિટીવ અનુમાન રહેશે. EU માર્કેટમાં ધીમા ગ્રોથને કારણે નજીકના ગાળાના ચક્રીય જોખમો પર ચિંતા રહેશે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ભારત ફોર્જ પર જેફરિઝ
જેફરિઝે ભારત ફોર્જ પર અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાક ઘટાડીને 1100 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે સ્ટેન્ડઅલોન અને સબ્સિડરીનું અનુમાનથી ખરાબ પ્રદર્શન રહ્યું. ખરાબ પ્રદર્શનથી Q2માં EBITDA અનુમાનથી 12% નીચે રહ્યા છે. FY25-27 દરમિયાન EPS અનુમાનથી ઘટાડીને 5-16% કર્યા.
ભારત ફોર્જ પર નોમુરા
નોમુરાએ ભારત ફોર્જ પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1515 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મજબૂત ડિફેન્સ ઓર્ડર પરંતુ નજીકના ગાળાના ચક્રીય જોખમ છે. સ્થાનિક ડિફેન્સ સેગમેન્ટમાં લાંબાગાળા માટે પોઝિટીવ અનુમાન રહેશે. EU માર્કેટમાં ધીમા ગ્રોથને કારણે નજીકના ગાળાના ચક્રીય જોખમો પર ચિંતા રહેશે.
ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સ પર CLSA
સીએલએસએ ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સ પર અન્ડરપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 260 રૂપિયા પ્રતિશેરથી ઘટાડીને 155 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે બીજા ત્રિમાસિકમાં અનુમાથી ખરાબ ખોટ રહી છે. ગાઈડન્સથી વધુ ક્રેડિટ ખર્ચને કારણે ખોટ થઈ છે. રિસ્કને લઈ મેનેજમેન્ટના વલણ વધુ કડક છે. ઉંચા ગ્રોસ NPA, નેટ NPA અને CARE રેટિંગ્સ ડાઉનગ્રેડ કંપની માટે સારા સંકેત નહીં. પહેલા ક્વાર્ટરમાં તમામ ધિરાણકર્તાઓને નિયમો અને શરતોમાં છૂટછાટ મળી હતી. CY24 સુધી રાઈટ્સ ઈશ્યુ પૂરા કરાવા પર ફોકસ રહેશે.
HAL પર CLSA
સીએલએસએ એ એચએએલ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 4731 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે રશિયન એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર ઓર્ડરમાં વિલંબ રહ્યો છે. પણ કંપનીની ડેકડલ પાઇપલાઇન $45 બિલિયન છે. H2માં મોટા હેલિકોપ્ટર અને SU 30 ઓર્ડર્સ મળી શકે છે. GE એન્જિન ડીલની વિજિબિલિટી અહમ કેટેલિસ્ટ રહેશે. મેક-ઈન-ઈન્ડિયા પાઈપલાઈન મજબૂત છે. બીજી ગ્લોબલ એરોસ્પેસ કંપનીઓની સરખામણીએ કંપની જરૂરી પ્રિમિયમ પર ટ્રેડ કરી રહી છે.
થર્મેક્સ પર જેફરિઝ
જેફરિઝે થર્મેક્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 6100 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2 EBITDA અંદાજ કરતાં લગભગ 6% નીચે છે. આવક પણ અંદાજ કરતાં લગભગ 6% નીચે રહી છે. મજબૂત ઓર્ડર ફ્લો અને સારા આઉટલૂકને કારણે FY25-27 માટે અનુમાન યથાવત્ રહ્યા છે. ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રા (આવકના 45%) માર્જિન -2%થી રિકવર થઈ 7.5% રહ્યા છે. આવક,માર્જિન લિંક્ડ EPS FY24-27માં હાલ 28% CAGRથી સુધારો થવાની અપેક્ષા છે. ગ્રીન હાઇડ્રોજન મધ્યમ ગાળા માટે મોટી તક મળી છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)