Broker's Top Picks: સિપ્લા, ગેલ, ટાટા સ્ટીલ, જ્યુબિલન્ટ ઈન્ગ્રેવિયા, યુપીએલ છે બ્રોકરેજના રડાર પર
એચએસબીસીએ યુપીએલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹770 પ્રતિશેરના નક્કી કર્યા છે. Q4માં પરિણામ મજબૂત, માર્જિનમાં સુધારો છે. બેલેન્સ શીટમાં અપેક્ષા કરતાં વધુ સુધારો થયો. ગ્રોથમાં નરમાશ અને ઓછા માર્જિનના અનુમાનથી EPSમાં ઘટાડો શક્ય છે. FY26-27 માટે EPS 11%-5%નો ઘટાડો જોવા મળી શકે છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સિપ્લા પર નોમુરા
નોમુરાએ સિપ્લા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1760 પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4માં અનુમાન સાથે આઉટલુક ઈન-લાઈન રહ્યા. Q4માં EBITDAમાં નરમાશ રહ્યા. FY26માં રેવલિમિડ વેચાણ ઓછું હોવા છતાં, મેનેજમેન્ટને આવક વધવાની અપેક્ષા છે. FY26માં EBITDA માર્જિન 23.5%-24.5% વચ્ચે રહેવાના અપેક્ષા છે.
GAIL પર CLSA
સીએલએસએ એ ગેલ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹210 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4માં નફો અનુમાનથી સારો રહ્યો, ગેસ ટ્રેડિંગ વધવાનો સપોર્ટ મળ્યો. ગેસ ટ્રાન્સમિશન EBIT વોલ્યુમ 3% ઘટ્યુ પણ અનુમાન સાથે ઈન-લાઈન છે. વર્ષ દર વર્ષના આધાર પર FY26 માટે ગેસ ટ્રાન્સમિશન ગ્રોથ 6-8% રહેવાના અનુમાન છે.
GAIL પર MS
મોર્ગન સ્ટેનલીએ ગેલ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹248 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ભારતમાં ગેસનો ઉપયોગ વધી રહ્યો છે. US શેલ રિવોલ્યુશનની ભારતમાં નિકાસથી GAILને ફાયદો થયો. વૈશ્વિક સ્તરે નેચરલ ગેસના ઊંચા પ્રાઈસને કારણે વોલ્યુમ ઘટ્યું. ભારતની ગેસ માંગમાં ઉતાર-ચઢાવને કારણે પ્રાઈસમાં વધારો થયો.
ટાટા સ્ટીલ પર નુવામા
નુવામાએ ટાટા સ્ટીલ પર રેટિંગ અપગ્રેડ સાથે ખરીદારીના નક્કી કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹177 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4FY25માં નેધરલેન્ડ્સ ઓપરેશનથી ફાયદો થશે. UKમાં ઓપરશનમાં નુકશાન ઉચ્ચત્તમ સ્તર પર છે. યુરોપના ઓપરેશન્સ Q1FY26થી પોઝિટીવ EBITDA આપવાનું શરૂ કરશે. નીચા સ્થિર ખર્ચ વચ્ચે યુરોપમાં નફો વધવાની અપેક્ષા છે. FY27માં EBITDA 6% વધવાની અપેક્ષા છે.
જ્યુબિલન્ટ ઇન્ગ્રેવિયા પર નુવામા
નુવામાએ જ્યુબિલન્ટ ઈન્ગ્રેવિયા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹868 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q4FY25માં પરિણામ ઈન-લાઈન છે. સ્પેશિયાલિટી કેમિકલ અને ન્યુટ્રિશન બિઝનેસમાં માર્જિન મજબૂત છે. નજીકના ગાળામાં CDMO અને નિયાસીનામાઇડમાં ગ્રોથ જોવા મળી શકે છે.
UPL પર HSBC
એચએસબીસીએ યુપીએલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹770 પ્રતિશેરના નક્કી કર્યા છે. Q4માં પરિણામ મજબૂત, માર્જિનમાં સુધારો છે. બેલેન્સ શીટમાં અપેક્ષા કરતાં વધુ સુધારો થયો. ગ્રોથમાં નરમાશ અને ઓછા માર્જિનના અનુમાનથી EPSમાં ઘટાડો શક્ય છે. FY26-27 માટે EPS 11%-5%નો ઘટાડો જોવા મળી શકે છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.