Broker's Top Picks: બીએસઈ, એસી કંપનીઓ, વોલ્ટાસ, નવીન ફ્લોરિન, ઈન્ડસઈન્ડ બેન્ક, અદાણી પોર્ટ, ટ્રેન્ટ, એવન્યુ સુપરમાર્ટ, નાયકા છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Broker's Top Picks: બીએસઈ, એસી કંપનીઓ, વોલ્ટાસ, નવીન ફ્લોરિન, ઈન્ડસઈન્ડ બેન્ક, અદાણી પોર્ટ, ટ્રેન્ટ, એવન્યુ સુપરમાર્ટ, નાયકા છે બ્રોકરેજના રડાર પર

નોમુરાએ ઈન્ડસઈન્ડ બેન્ક પર રેટિંગ અપગ્રેડ કરી ખરીદારીના કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹700 પ્રતિશેરથી વધારીને ₹1050 પ્રતિશેરના નક્કી કર્ચા છે. તેમનું કહેવુ છે કે રિકવરી પ્રયાસોને RBI માન્યતા આપવાથી રેગુલેટરી Comfort મળ્યું. RBI દ્વારા પ્રમોટર હિસ્સામાં વધારો કરવાની મંજૂરી રોકાણકારોની ચિંતાઓને હળવી કરી શકે છે.

અપડેટેડ 11:36:10 AM Jun 18, 2025 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

BSE પર મોતીલાલ ઓસવાલ

મોતીલાલ ઓસવાલે BSE પર રેટિંગ ડાઉનગ્રેડથી ન્યુટ્રલના કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2300 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે એક્સપાયરી ડે સિફ્ટથી માર્કેટ શેર ઘટી શકે છે. પ્રીમિયમ માર્કેટ શેરમાં 350–400 bpsનો ઘટાડી આવી શકે છે. FY26/FY27માં પ્રીમિયમ ADTO અનુમાન ₹13,700/15,700 કરોડ છે. FY26/FY27 માટે અર્નિંગ્સ 9-12% ઘટવાનો અંદાજ છે.


AC કંપનીઓ પર જેફરિઝ

જેફરિઝે AC કંપનીઓ પર મે-જૂન 2025 દરમિયાન કમોસમી વરસાદને કારણે RAC ઈન્ડસ્ટ્રી સેલ્સ પર અસર છે. વાર્ષિક ધોરણે 15-20% ઘટાડો થવાનો અંદાજ છે. ચેનલ ઇન્વેન્ટરી 3-4 સપ્તાહ સુધીમાં સામાન્ય કરતાં વધુ છે. Q1FY26 માં વોલ્ટાસ અને બ્લુ સ્ટાર માટે UCP વેચાણમાં 2%ના ઘટાડાની ધારણા છે.

વોલ્ટાસ પર નોમુરા

નોમુરાએ વોલ્ટાસ પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1290 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કમોસમી વરસાદ અને વહેલા ચોમાસાને કારણે એપ્રિલ-મે મહિનામાં સેલ્સ ઘટ્યું. નરમાશ છતાં પણ વોલ્ટાસના એપ્રિલમાં માર્કેટ શેર્સ વધ્યા. કંપની મોસમી માંગના આધારે હાઈ સિંગલ-ડિજિટ માર્જિન જાળવવાનું લક્ષ્ય છે.

વોલ્ટાસ પર નુવામા

નુવામાએ વોલ્ટાસ પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1190 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે RAC વોલ્યુમ્સમાં 20-25% વાર્ષિક ઘટાડો સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં છે. UCPમાં હાઈ સિંગલ ડિજિટ માર્જિન રહ્યા.

નવીન ફ્લોરિન પર એવેન્ડસ

એવેન્ડસે નવીન ફ્લોરિન પર ખરીદદારીની સલાહ યથાવત્ રહેશે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹4800 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કેપેક્સ-ટુ-કેશ ફ્લોથી મુખ્ય પ્રોજેક્ટમાં રેમ્પ-અપ છે. RoICમાં ગ્રોથ જોવા મળ્યો.

ઈન્ડસઈન્ડ બેન્ક પર નોમુરા

નોમુરાએ ઈન્ડસઈન્ડ બેન્ક પર રેટિંગ અપગ્રેડ કરી ખરીદારીના કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹700 પ્રતિશેરથી વધારીને ₹1050 પ્રતિશેરના નક્કી કર્ચા છે. તેમનું કહેવુ છે કે રિકવરી પ્રયાસોને RBI માન્યતા આપવાથી રેગુલેટરી Comfort મળ્યું. RBI દ્વારા પ્રમોટર હિસ્સામાં વધારો કરવાની મંજૂરી રોકાણકારોની ચિંતાઓને હળવી કરી શકે છે.

અદાણી પોર્ટ પર જેફરિઝ

જેફરિઝે અદાણી પોર્ટ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1700 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 2030 સુધીમાં વિશ્વની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ યુટિલિટી બનવાનું લક્ષ્ય છે. FY25-29 દરમિયાન અધિગ્રહણ અને ઈક્વિટી એક્શન માટે ₹25,000 કરોડ એકત્ર કર્યા છે. વાર્ષિક અહેવાલ દક્ષિણ પૂર્વ એશિયા, ભારત, પશ્ચિમ એશિયા અને આફ્રિકા કોરિડોરમાં મજબૂત હાજરી છે.

ટ્રેન્ટ પર MS

મોર્ગન સ્ટેનલીએ ટ્રેન્ટ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹6359 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY23થી FY32 સુધીમાં આવક ગ્રોથ 10 ગણો થવાની અપેક્ષા છે.

એવન્યુ સુપરમાર્ટ પર MS

મોર્ગન સ્ટેનલીએ એવન્યુ સુપરમાર્ટ પર અન્ડરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3260 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીને UPમાં રતન મોલ ઓપન કર્યો. ભારતના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ગાઝિયાબાદ પછી UPમાં પહેલો મોટો સ્ટોર છે.

Nykaa પર જેફરિઝ

જેફરિઝે નાયકા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹240 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે BPC એક આકર્ષક તક છે. Nykaaનો ઓનલાઈન ઈન્ડસ્ટ્રીને આગળ વધારવાનો પ્રયાસ કર્યો છે. મેનેજમેન્ટ લાંબા ગાળાના Potentialમાં વિશ્વાસ ધરાવે છે. વેલનેસ સેગમેન્ટ પર પણ મેનેજમેન્ટનું ફોકસ છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

MoneyControl News

MoneyControl News

First Published: Jun 18, 2025 11:36 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.