Brokerage Radar: સિમેન્ટ, ટેલિકોમ, સ્વિગિ, ઝાયડસ લાઈફ, હિન્ડાલ્કો છે બ્રોકરેજના રડાર પર
સિએલએસએ એ હિન્ડાલ્કો પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹800 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમણે વર્ષ દર વર્ષના આધાર પર નોવેલિસ અપડેટથી ફ્લેટ વોલ્યુમ સંકેત આપ્યા છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સિમેન્ટ પર નોમુરા
નોમુરાએ સિમેન્ટ પર ઇન્ડસ્ટ્રીઝમાં વોલ્યુમમાં વધુ સારા ગ્રોથ જોવા મળી શકે છે. માર્જિન એક્સપાન્સ પર કંપનીની નજર રહશે. FY26માં માગમાં રિકવરી જોવા મળી શકે છે. વર્ષ દર વર્ષના આધાર પર નાણાકીય વર્ષ 26-27 વચ્ચે વોલ્યુમ ગ્રોથ 5-6% રહેવાના અનુમાન છે. કોન્સોલિડેશન તબક્કા દરમિયાન સિમેન્ટના ભાવમાં નોંધપાત્ર સુધારો થવાની શક્યતા ઓછી છે. EBITDA/Expansionને વેગ આપવા માટે ખર્ચ-બચતનાં પગલાં લેવાશે. નાણાકીય વર્ષ 26માં ફ્યુલ ખર્ચમાં ઘટાડાથી મર્યાદિત લાભ છે. અલ્ટ્રાટેક સિમેન્ટ માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹12800 પ્રતિશેરના નક્કી કર્યા છે. અંબુજા સિમેન્ટ માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹690 પ્રતિશેરના નક્કી કર્યા છે. રામ્કો સિમેન્ટ ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1060 પ્રતિશેરના નક્કી કર્યા છે. શ્રી સિમેન્ટ માટે રેટિંગ ડાઉનગ્રેડ કર્યા છે. શ્રી સિમેન્ટ માટે રેટિંગ ખરીદારીથી ન્યુટ્રલ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹28000 પ્રતિશેરના નક્કી કર્યા છે. ACC માટે રેટિંગ ડાઉનગ્રેડ કર્યા છે. ACC માટે રેટિંગ ન્યુટ્રલથી રિડ્યુસ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1920 પ્રતિશેરના નક્કી કર્યા છે. Nuvoco માટે રેટિંગ ડાઉનગ્રેડ કર્યા છે. Nuvoco માટે રેટિંગ ન્યુટ્રલથી રિડ્યુસ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹330 પ્રતિશેરના નક્કી કર્યા છે. દાલ્યમિયા ભારત માટે રિડ્યુસના રેટિંગ યથાવત્ છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1680 પ્રતિશેરના નક્કી કર્યા છે.
ટેલિકોમ પર CLSA
સીએલએસએએ ટેલિકોમ પર ટેરિફ વધારાને કારણે 12 મહિનામાં વાર્ષિક ધોરણે 10% નો ગ્રોથ કર્યો છે. ટેવધારોલિકોમ સેક્ટરની આવક પણ વધવાની અપેક્ષા છે. H2FY26માં ટેરિફમાં 10%નો વધારો અને 4G/5G પેનિટ્રેશન પર ફોકસ છે. મેગા ઇવેન્ટની અપેક્ષા: રિલાયન્સ જિયોનો IPO રહેશે. ભારતી એરટેલ ટોપ પીક છે. સ્ટરલાઇટ અને હેક્સાકોમ માટે હોલ્ડના રેટિંગ આપ્યા છે. વોડાફોન આઈડિયા પર અન્ડરપરફોર્મ કોલ આપ્યા છે.
SWIGGY પર બર્નસ્ટેઇન
બર્નસ્ટેઇને સ્વિગિ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹635 પ્રતિશેરના નક્કી કર્યા છે. Zomato પછી બીજું સૌથી મોટું હાઇપરલોકલ પ્લેટફોર્મ છે. નાણાકીય વર્ષ 30 સુધીમાં EBITDA માર્જિન 4% સુધી સુધરી શકે છે. સુપરફાસ્ટ ડિલિવરી મોડેલથી કંપનીને ફાયદો થશે. ત્રણ વર્ષમાં કંપનીના માર્કેટ શેર 4% ઘટ્યા છે. પ્રોડક્ટ લોન્ચિંગ અને ઇનોવેશનને લીધે માર્કેટ શેરમાં સ્થિરતા છે. Q2FY25 માં EBITDA માર્જિન 1.2% પર છે.
ઝાયડસ લાઈફ પર નોમુરા
નોમુરાએ ઝાયડસ લાઈફ પર રેટિંગ અપગ્રેડ કરી ખરીદારીના કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક વધારીને ₹1140 પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Sitagliptinનું યોગદાનને કારણે અર્નિંગ્સ અનુમાન વધ્યા છે. Sitagliptinનું માર્કેટ લગભગ $300-500 મિલિયન છે. નાણાકીય વર્ષ 25ની સરખામણીએ FY26માં US રેવેન્યુ 5% ઘટવાના અનુમાન છે. ડૉલરની મજબૂતીનો કંપનીને થશે ફાયદો, એક્સપોર્ટમાં 77% હિસ્સો USનો છે.
હિન્ડાલ્કો પર CLSA
સિએલએસએ એ હિન્ડાલ્કો પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹800 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમણે વર્ષ દર વર્ષના આધાર પર નોવેલિસ અપડેટથી ફ્લેટ વોલ્યુમ સંકેત આપ્યા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.