Today's Broker's Top Picks: સિમેન્ટ, ટાઈટન, ઝોમેટો, હ્યુન્ડાઈ મોટર્સ, મેક્રોટેક ડેવલપર્સ, ઓએનજીસી છે બ્રોકરેજના રડાર પર
નોમુરાએ મેક્રોટેક ડેવલપર્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1600 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3 બિઝનેસ અપડેટમાં ઓપરેશનલ પ્રદર્શશન મજબૂત રહ્યું. Q3માં પ્રી-સેલ્સ `4510 Cr રહ્યું, કંપની માટે ક્વાર્ટર સારૂ રહ્યું છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સિમેન્ટ પર નોમુરા
નોમુરાએ સિમેન્ટ પર જાન્યુઆરીમાં સિમેન્ટના પ્રાઈસ ₹2/બેગ વધાર્યા. માર્કેટમાં રિકવરીના સંકેતો જોવા મળ્યા છે. મહિના દર મહિનાના આધાર પર જાન્યુઆરીમાં ઈસ્ટનમાં ટ્રેડ પ્રાઈસ ₹5/Bag વધ્યા. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર જાન્યુઆરીમાં ઈસ્ટનમાં ટ્રેડ પ્રાઈસ ₹5/Bag ઘટ્યા. મહિના દર મહિનાના આધાર પર નોર્થ અને વેસ્ટનમાં ટ્રેડ પ્રાઈસ ₹3/Bag વધ્યા. અલ્ટ્રાટેક સિમેન્ટ,શ્રી સિમેન્ટ અને અંબુજા સિમેન્ટ અને રામ્કો સિમેન્ટ ટોપ પીક છે. Nuvoco અને ACC માટે ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. દાલ્યિમા ભારત માટે રિડ્યુસના રેટિંગ આપ્યા છે.
ટાઈટન પર સિટી
સિટીએ ટાઈટન પર ન્યુટ્રલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3600 પ્રતિશેરના નક્કી કર્યા છે. વર્ષ દર વર્ષના આધાર પર જ્વેલરી ગ્રોથ 26% રહ્યો, તહેવાર અને લગ્ન સિઝનથી માગ મજબૂત છે. Q3 બિઝનેસ અપડેટમાં તનિષ્ક માટે સ્ટોરનું વિસ્તરણ મજબૂત રહ્યું. વર્ષ દર વર્ષના આધાર પર CaratLane ગ્રોથ 25% રહ્યો. ઘડિયાળો અને વેરેબલ્સ સહિત અન્ય એકલ સેગમેન્ટ માટે ગ્રોથ મિશ્ર રહ્યો છે.
Zomato પર જેફરિઝ
જેફરિઝે Zomato પર રેટિંગ ડાઉનગ્રેડથી હોલ્ડ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹335 પ્રતિશેરથી ઘટાડીને ₹275 પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે 2024માં પ્રાઈસ ગણા થયા બાદ આ વર્ષ કન્સોલિડેશન શક્ય છે. વેલ્યુએશન મોંઘા નથી, પણ QRSમાં સ્પર્ધાનું રિસ્ક છે. સ્પર્ધાથી ડિસ્કાઉન્ટનું દબાણ શક્ય છે. ડિસ્કાઉન્ટથી કંપનીના નફા પર અસર પડી શકે છે. નાણાકીય વર્ષ 26-27 માટે BlinkItના EBITDA ઘટવાના અનુમાન છે.
હ્યુન્ડાઈ મોટર્સ પર સિટી
સિટીએ હ્યુન્ડાઈ મોટર્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2250 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મજબૂત પેરેન્ટ કંપની અને બ્રાન્ડને કારણે પોઝિટીવ મત છે. પ્રિમિયમાઇઝેશન પર ફોકસ,એક્સપોર્ટ પણ વધારો થવાની ધારણા છે. 2HFY2026 થી વોલ્યુમ વધવાની અપેક્ષા છે. નવા પ્લાન્ટની ક્ષમતા વિસ્તરણને કારણે વોલ્યુમમાં વધવાની ધારણા છે. કમ્પિટિશન,થર્ડ પાર્ટી ટ્રાંજેક્શન અને રેગુલેટરી રિસ્ક છે.
મેક્રોટેક ડેવલપર્સ પર નોમુરા
નોમુરાએ મેક્રોટેક ડેવલપર્સ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1600 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3 બિઝનેસ અપડેટમાં ઓપરેશનલ પ્રદર્શશન મજબૂત રહ્યું. Q3માં પ્રી-સેલ્સ `4510 Cr રહ્યું, કંપની માટે ક્વાર્ટર સારૂ રહ્યું છે.
ONGC પર CLSA
સિએલએસએ એ ઓએનજીસી પર રેટિંગ અપગ્રેડ કરી આઉટપરફોર્મના કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹360 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઈસ્ટર્ન ઑફશોર ફીલ્ડથી પ્રોડક્શન આગળ વધવાની આશા છે. 2025ના અંત સુધીમાં સ્થાનિક ઓઈલ/ગેસ ઉત્પાદનમાં 10%/20% વધારો થવાની ધારણા છે. ગેસ ઉત્પાદન વધવાને કારણે બ્લેન્ડેડ ગેસ રિયલાઇઝેશન વધવાની અપેક્ષા છે. જો ક્રૂડના ભાવ US$75/bblથી ઉપર જાય તો વિન્ડફોલ ટેક્સ દૂર કરવાનો લાભ મળશે. વિવિધ ટ્રિગર્સ હોવા છતાં, તેના સ્પર્ધકોની તુલનામાં ડિસ્કાઉન્ટ પર છે. શેર્સમાં 6%ની આકર્ષક ડિવિડન્ડ યીલ્ડ છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)