Broker's Top Picks: કેમિકલ્સ, ફાર્મા, વરૂણ બેવરેજીસ, મેરિકો, ટાટા મોટર્સ, એબી ફેશન છે બ્રોકરેજના રડાર પર
મોર્ગન સ્ટેનલીએ મેરિકો પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹625 પ્રતિશેરના નક્કી કર્યા છે. High-Teensમાં Q4 રેવેન્યુ ગ્રોથ 12%થી વધુ રહેવાની અપેક્ષા છે. કોપરા અને વનસ્પતિ તેલના ફુગાવાને કારણે માર્જિન ઘટવાના અનુમાન છે. FY26માં રેવેન્યુ ગ્રોથ ગાઈડન્સ ડબલ ડિજિટ રહેવાના અનુમાન છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
કેમિકલ્સ પર જેફરિઝ
જેફરિઝે કેમિકલ્સ પર બધા એક્સપોર્ટ પર 27% ટેરિફ લગાડ્યો. નવીન ફ્લોરિન સૌથી વધુ એક્સપોઝ્ડ, PI Ind 15%, UPL 10–12%, SRF 8%. ટેરિફ વધવાની અસર કંપનીઓના EBITDA પર જોવા મળી શકે છે. FY26માં Navin Fluorine -9%, PI Ind -6%, UPL -5%, SRF -3% ઘટવાના અનુમાન છે.
ફાર્મા પર HSBC
એચએસબીસીએ ફાર્મા પર ફાર્મા સેક્ટરને રાહત, ટેરિફની રડારમાંથી બહાર,ભારતીય કંપનીઓ માટે સકારાત્મક છે. ભારતીય ફાર્મા કંપનીનું USમાં 10-50% વેચાણ છે. ફાર્મા પર ટેરિફ ચર્ચા ફરી ઉભી થઈ શકે છે. ભારતીય ફાર્મા ક્ષેત્ર માટે આગળ અનિયંત્રિત ટેરિફની અપેક્ષા નહીં.
વરૂણ બેવરેજીસ પર HSBC
એચએસબીસીએ વરૂણ બેવરેજીસ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹670 પ્રતિશેરના નક્કી કર્યા છે. ઉનાળાની મજબૂત શરૂઆતની અપેક્ષા છે. Q1માં ભારત વોલ્યુમ ગ્રોથ 14% રહેવાની અપેક્ષા છે. M&A આધારે આવક 30%, EBITDA ગ્રોથ 31% રહેવાના અનુમાન છે.
મેરિકો પર MS
મોર્ગન સ્ટેનલીએ મેરિકો પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹625 પ્રતિશેરના નક્કી કર્યા છે. High-Teensમાં Q4 રેવેન્યુ ગ્રોથ 12%થી વધુ રહેવાની અપેક્ષા છે. કોપરા અને વનસ્પતિ તેલના ફુગાવાને કારણે માર્જિન ઘટવાના અનુમાન છે. FY26માં રેવેન્યુ ગ્રોથ ગાઈડન્સ ડબલ ડિજિટ રહેવાના અનુમાન છે.
ટાટા મોટર્સ પર CLSA
સીએલએસએએ ટાટા મોટર્સ પર રેટિંગ આઉટપરફોર્મથી ડાઉનગ્રેડ કર્યું છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹930 પ્રતિશેરથી ઘટાડીને ₹765 પ્રતિશેર કર્યા છે. તેમનું કહેવુ છે કે વર્ષ દર વર્ષના આધાર પર FY26માં JLR વોલ્યુમ 14% ઘટી શકે છે. જગુઆર મોડેલ્સ બંધ થવાથી JLR વોલ્યુમ પર અસર પડી શકે છે. USમાં 25% કાર ટેરિફ JLR વોલ્યુમને પણ અસર છે. JLR માટે FY26માં Ebitda 15% ઘટવાના અનુમાન છે.
AB ફેશન પર MS
મોર્ગન સ્ટેનલીએ એબી ફેશન પર અંડરવેઈટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹271 પ્રતિશેરના નક્કી કર્યા છે.
AB ફેશન પર સિટી
સિટીએ AB ફેશન પર વેચવાલીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹260 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે આગામી 5-7 વર્ષ સુધી કોઈ વધુ M&A અને ફંડ એકત્ર કરશે નહીં. ગ્રોથ કરતાં નફો સુધારવા પર ફોકસ રહેશે. 2-3 વર્ષમાં કંપનીને દેવું મુક્ત કરવા પર ફોકસ રહેશે. ABFRL આવક 19%+ CAGRની અપેક્ષા છે. ઉચ્ચા ઓપરેટિંગ અને ફાઈનાન્સ લેવરેજની અસર નફામાં જોવા મળી શકે છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.