Broker's Top Picks: ફાઈનાન્શિયલ્સ, આઈસીઆઈસીઆઈ બેંક, ડીએલએફ, મણપ્પુરમ ફાઈનાન્સ, આરઈસી, જેએસપીએલ છે બ્રોકરેજના રડાર પર
સીએલએસએએ આરઈસી પર આઉટપરફોર્મ સાથે કવરેજ શરૂ કર્યુ. તેમણે તેના પર લક્ષ્યાંક ₹525 પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે પાવર મિનિસ્ટે પરમિન્દર ચોપરાને REC CMDનો વધારાનો હવાલો સોંપ્યો. PFC RECમાં 52.63% હિસ્સો ધરાવે છે અને તે પેરેન્ટ છે. સ્ટોક પર આઉટલુક અને ફાઈનાન્શિયલ પ્રદર્શન અનુમાન મુજબ છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
ફાઈનાન્શિયલ્સ પર જેફરિઝ
જેફરીઝે એશિયા ફોરમ ખાતે 6 ફાઇનાન્શિયલ્સનું આયોજન કર્યું. HDFC બેન્કનો ડિપોઝિટ ગ્રોથ, લોન ગ્રોથ અને અસેટ ક્વોલિટીમાં સુધારો અંગે આત્મવિશ્વાસ છે. IDFC ફર્સ્ટ બેન્કને MFIમાં નજીકના ગાળામાં પડકારનો સામનો કરવો પડી શકે છે. IDFC ફર્સ્ટ બેન્કની અન્ય સેગમેન્ટ્સ સારી કામગીરી છે. HDFC લાઇફ અને ICICI પ્રુ લાઇફ ડિસ્ટ્રીબ્યુશન નિયમો પર સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યા છે. Paytmનું રિટેલ લોન પર ટ્રેડ આઉટલુક અને મર્ચેટ બિઝનેસ પોઝિટીવ છે.
ICICI બેન્ક પર સિટી
સિટીએ આઈસીઆઈસીઆઈ બેંક પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1600 પ્રતિશેરના નક્કી કર્યા છે. Q4માં NIM પોઝિટીવ રહેવાના અનુમાન છે. RBI દરોમાં 50 bps ઘટાડાથી FY26ના NIM પર 20-25 bps અસર શક્ય છે. બેન્કના અનસિક્યોર્ડ લોનને લઈ દબાણ ઓછું કર્યુ છે. કોર્પોરેટ લોનમાં રિકવરીથી ક્રેડિટ ખર્ચમાં સુધારો શક્ય છે. FY26 સુધી ધીરે- ધીરે ક્રેડિટ ખર્ચ સામાન્ય રહી શકે છે. અનસિક્યોર્ડ લોન સગમેન્ટમાં ધીરે-ધીરે સુધારાની અપેક્ષા છે. ક્રેડિટ કાર્ડ્સના પેનેટ્રેશન અને યૂઝમાં સુધારો થઈ શકે છે.
DLF પર MS
મોર્ગન સ્ટેનલીએ ડીએલએફ પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹910 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે એનાલિસ્ટ મીટમાં મેનેજમેન્ટએ FY30નું વિઝન ક્લિયર છે. FY23 સુધી નફો અને કેશ ફ્લો બમણો થઈ શકે છે. FY230 સુધી રેન્ટલથી ₹1000 કરોડની કમાણી શક્ય છે. વધુ કેપેક્સ છતાં EPS/DPS/CF વધી શકે છે.
DLF પર જેફરિઝ
જેફરિઝે ડીએલએફ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1000 પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે એનાલિસ્ટ મીટમાં મેનેજમેન્ટએ FY30નું વિઝન સામે મુક્યું. FY30 સુધી લીઝ બિઝનેસ ડબલ કરવાનો લક્ષ્ય છે. FY30 સુધી ગ્રુપને દેવા મુક્ત કરવાની વાત કરી છે. FY30 સુધી નફો અને કેશ ફ્લો દબણો કરવાનો લક્ષ્ય છે. 30% NAV ડિસ્કાઉન્ટ પર શેર આકર્ષક છે.
મણપ્પુરમ ફાઈનાન્સ પર MS
મોર્ગન સ્ટેનલીએ મણપ્પુરમ ફાઈનાન્સ પર ઈક્વલ વેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹180 પ્રતિશેરથી વધારીને ₹220 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Bain કેપિટલ પ્રમોટર તરીકે હોવાથી સ્ટ્રેટેજિક અને અર્નિગ્સ પર સ્પષ્ટતા જોવા મળશે. F25-27 દરમિયાન EPS યથાવત્ રહેવાના અનુમાન છે.
REC પર CLSA
સીએલએસએએ આરઈસી પર આઉટપરફોર્મ સાથે કવરેજ શરૂ કર્યુ. તેમણે તેના પર લક્ષ્યાંક ₹525 પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે પાવર મિનિસ્ટે પરમિન્દર ચોપરાને REC CMDનો વધારાનો હવાલો સોંપ્યો. PFC RECમાં 52.63% હિસ્સો ધરાવે છે અને તે પેરેન્ટ છે. સ્ટોક પર આઉટલુક અને ફાઈનાન્શિયલ પ્રદર્શન અનુમાન મુજબ છે.
JSPL પર નુવામા
નુવામાએ જેએસપીએલ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹723 પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે નરમ નિકાસ માંગ અને ઊંચી આયાત વચ્ચે કંપની મુશ્કેલમાં છે. FY25/26/27માં EBITDA 5%/10%/13% ઘટવાના અનુમાન છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)