Broker's Top Picks: એફએમસીજી, પેંટ્સ, એચપીસીએલ, રિયલ્ટી, ગોદરેજ પ્રોપર્ટીઝ, શોભા છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Broker's Top Picks: એફએમસીજી, પેંટ્સ, એચપીસીએલ, રિયલ્ટી, ગોદરેજ પ્રોપર્ટીઝ, શોભા છે બ્રોકરેજના રડાર પર

નોમુરાએ ગોદરેજ પ્રોપર્ટીઝ પર રિડ્યુસના રેટિંગ સાથે કવરેજ શરૂ કર્યુ છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1900 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીનો પ્રી-સેલ્સ ગ્રોથ અનુમાન કરતાં ઓછો છે. FY26માં પ્રી-સેલ્સ ₹31,000 કરોડ થવાની ધારણા છે. કંપનીએ ગાઈડન્સ ₹32500 Cr આપ્યું હતું.

અપડેટેડ 11:39:59 AM Jul 09, 2025 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

FMCG કંપનીઓ પર જેફરિઝ

જેફરિઝે FMCG કંપનીઓ પર છેલ્લા કેટલાક ક્વોર્ટરમાં ધણી કન્ઝ્યમુર સર્વિસ કંપનીઓને મોટો પડકારનો સામનો કરવો પડ્યો. તેમનું કહેવુ છે કે સ્પર્ધા અને માર્જિનની શેર પ્રાઈસ પર અસર રહેશે. કેટલાક મુદ્દાઓમાં ધીમે ધીમે સુધારી રહ્યા છે, જ્યારે અન્ય મુદ્દાઓ સ્પર્ધા વધી રહી છે. વરૂણ બેવરેજીસ, એશિયન પેન્ટ્સ અને HUL માટે રેટિંગ અપગ્રેડ કર્યા. રેટિંગ અન્ડપરફોર્મથી BUY કર્યા. એશિયન પેન્ટ્સ માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2200 પ્રતિશેરથી વધારીને ₹2830 પ્રતિશેરના નક્કી કર્યા છે. વરૂણ બેવરેજીસ માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹560 પ્રતિશેરથી વધારીને ₹650 પ્રતિશેર કર્યા છે.


પેન્ટ્સ કંપનીઓ પર HSBC

HSBCએ પેન્ટ્સ કંપનીઓ પર બધી કંપનીઓ હવે ડીલર ઇન્સેન્ટિવ્સમાં બરાબરી પર છે. આનાથી સ્પર્ધા નિયંત્રણમાં રહેશે. H2FY26માં ગ્રોથ વધવાની અપેક્ષા છે. એશિયન પેન્ટ્સ માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2700 પ્રતિશેરથી વધારીને ₹2900 પ્રતિશેરના નક્કી કર્યા છે. બર્જર પેન્ટ્સ માટે ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹620 પ્રતિશેરથી વધારીને ₹640 પ્રતિશેર નક્કી કર્યા છે.

HPCL પર સિટી

સિટીએ HPCL પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹510 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે શેર છેલ્લા 3 મહિનામાં 12% દોડ્યો છે છતાં નજીકનાગાળામાં ખરીદદારી છે. Q1FY26માં EBITDA EPS ₹22 પ્રતિશેર બની રહ્યો છે. જે આખા વર્ષની આવકના 40% બરાબર છે. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો, પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. ફ્યુલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા ઓછી છે. HPCLને આ મોરચે સૌથી વધુ ફાયદો થશે. PGમાં થયેલા નુકસાનની ભરપાઈ માટે સરકારી મેકેનિઝમ બની રહ્યું છે.

ફિનિક્સ મિલ્સ પર નોમુરા

નોમુરાએ ફિનિક્સ મિલ્સ પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1400 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Mature Mallsમાં કન્ઝમ્પશન ગ્રોથ ધીમો કર્યો છે. FY28 પછી રેમ્પ-અપ થવાની સંભાવના છે. FY27/FY30 વચ્ચે રિટેલ કન્ઝમ્પશન CAGR અનુમાન ઘટાડીને 9%/11% કર્યો.

ગોદરેજ પ્રોપર્ટીઝ પર નોમુરા

નોમુરાએ ગોદરેજ પ્રોપર્ટીઝ પર રિડ્યુસના રેટિંગ સાથે કવરેજ શરૂ કર્યુ છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1900 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીનો પ્રી-સેલ્સ ગ્રોથ અનુમાન કરતાં ઓછો છે. FY26માં પ્રી-સેલ્સ ₹31,000 કરોડ થવાની ધારણા છે. કંપનીએ ગાઈડન્સ ₹32500 Cr આપ્યું હતું.

શોભા પર નુવામા

નુવામાએ શોભા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1784 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q1માં ₹2080 કરોડ અત્યાર સુધીનું સૌથી વધુ રેકોર્ડ હાઈ પ્રી-સેલ્સ છે. હાઉસિંગ વેચાણ વોલ્યુમમાં નરમાઈ ચિંતાનો વિષય છે.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

MoneyControl News

MoneyControl News

First Published: Jul 09, 2025 11:39 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.