Today's Broker's Top Picks: એફએમઈજી, ટેલિકૉમ સેક્ટર, કંઝ્યુમર સેક્ટર છે બ્રોકરેજના રડાર પર
મોર્ગન સ્ટેનલીએ એચડીએફસી એએમસી પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 4120 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. Q2માં ઓપરેટિંગ નફો ઈન-લાઈન રહ્યો. એલિવેટેડ વેલ્યુએશનને કારણે ઈક્વલવેટ રેટિંગ આપ્યા.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
FMEG કંપનીઓ પર MS
મોર્ગન સ્ટેન્લીએ FMEG કંપનીઓ પર હેવેલ્સ માટે ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમનું કહેવુ છે કે FY24-27 વચ્ચે અર્નિંગ CAGR 26% રહેવાના અનુમાન છે. ECDમાં ક્ષમતા વિસ્તરણ,કેબલ અને વાયરમાં ક્ષમતા વિસ્તારનો સપોર્ટ છે. પોલિકેબ માટે ઓવરવેટના રેટિંગ આપ્યા છે. સ્થાનિક C&Wમાં ગ્રોથને વધારવા મલ્ટાપલ સેક્ટર્સ છે. વોલ્ટાસ માટે રેટિંગ અપગ્રેડ કર્યા, ઈક્વલવેટથી ઓવરવેટ કર્યા. FY25-27 દરમિયાન અર્નિગ CAGR 21% રહેવાના અનુમાન છે. UCP બિઝનેસમાં મજબૂત વોલ્યુમ ગ્રોથ,માર્જિનમાં સુધારો આવવાની અપેક્ષા છે. વોલ્ટાસના પ્રોજેક્ટ બિઝનેસ માટે સૌથી ખરાબ સમય સમાપ્ત થઈ ગયો છે. ક્રોમ્પટન કન્ઝ્યુમર માટે રેટિંગ ડાઉનગ્રેડ કરી ઈક્વલવેટથી અન્ડરવેટ કર્યા. માર્જિન વિસ્તરણની અપેક્ષા છે. બજાજ ઈલ્ક્ટ્રીકલ્સ માટે અન્ડરવેટ રેટિંગ આપ્યા છે. આવક ઘટવાના અનુમાન, ગ્રામિણ માગમા રિકવરીની અપેક્ષા ઓછી છે.
ભારતી એરટેલ પર HSBC
એચએસબીસીએ ભારતી એરટેલ પર રેટિંગ અપગ્રેડ કર્યા છે. તેમણે તેના પર હોલ્ડથી BUY રેટિંગ કર્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1325 પ્રતિશેરથી વધારી ₹1950 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY24-27 દરમિયાન EBITDA/EPSમાં 16%/78% CAGR શક્ય છે. મોબાઈલ ARPU વધવાનો ફાયદો થશે. બ્રોડબેન્ડમાં મોટા ગ્રોથ, માર્જિન વધવાની અપેક્ષા છે. કેપેક્સ ઘટશે, ફ્રી કેશ ફ્લોમાં સુધારો શક્ય છે.
રિલાયન્સ પર HSBC
એચએસબીસીએ રિલાયન્સ પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3010 રૂપિયા નક્કી કર્યા છે. તેમનું JIO હોમ બ્રોડબેન્ડ માર્કેટમાં વધુ સારી પકડ માટે તૈયાર છે. FY30 સુધી હોમ બ્રોડબેન્ડમાં 45% માર્કેટ શેર શક્ય છે.
વોડાફોન પર HSBC
એચએસબીસીએ વોડાફોન પર રિડ્યુસના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 7.10 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મોંઘા વેલ્યુએશન અને ઋણને કારણે રિડ્યુસ રેટિંગ આપ્યા છે.
એવેન્યુ સુપરમાર્ટ પર HSBC
એચએસબીસીએ એવેન્યુ સુપરમાર્ટ પર રેટિંગ ડાઉનગ્રેડ કરી હોલ્ડ કર્યુ. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને 4500 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં સેલ્સ ગ્રોથ વર્ષ દર વર્ષના ધોરણે નબળા રહ્યા. મેટ્રો સિટીમાં ગ્રોથ પર ક્વિક કોમર્સ ભારે પડ્યો.
Zomato પર HSBC
એચએસબીસી એ ઝોમેટો પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 320 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મહિના દર મહિના આધાર પર સપ્ટેમ્બરમાં ઈન્ડસ્ટ્રી વોલ્યુમ 2.9% ઘટ્યુ. ઈન્ડસ્ટ્રી વોલ્યુમના આંકડા સિઝનલ ટ્રેન્ડ પ્રમાણે છે.
BSE પર જેફરિઝ
જેફરિઝે બીએસઈ પર રેટિંગ ડાઉનગ્રેડ કરી અન્ડરપરફોર્મ કર્યા. તેમણે તેના પર લક્ષ્યાંક 2850 રૂપિયા પ્રતિશેરથી વધારી 3500 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. SEBIના નવા F&O ફ્રેમવર્ક બાદથી શેર 100% થી વધુ ચઢ્યો. માર્કેટ શેર વધાવી અપેક્ષાથી તેજી છે. જો કુલ માર્કેટ વોલ્યુમ 25% ઘટ્યુ તો BSEના માર્કેટ શેર વધશે. BSEના માર્કેટ શેર 2Q25ના 13%થી વધી 30-35% શક્ય છે.
HDFC AMC પર MS
મોર્ગન સ્ટેનલીએ એચડીએફસી એએમસી પર ઈક્વલવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 4120 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. Q2માં ઓપરેટિંગ નફો ઈન-લાઈન રહ્યો. એલિવેટેડ વેલ્યુએશનને કારણે ઈક્વલવેટ રેટિંગ આપ્યા.
HDFC AMC પર જેફરિઝ
જેફરીઝે એચડીએફસી એએમસી પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 5450 રૂપિયા પ્રતિ શેરના નક્કી કર્યા છે.
PVR INOX પર CLSA
સીએલએસએ એ પીવીઆર આઈનોક્સ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 2450 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2માં આવક અને EBITDA અનુમાનથી મજબૂત રહ્યા.
સેન્ચુરી ટેક્સટાઇલ પર નોમુરા
નોમુરાએ સેન્ચ્યુરી ટેક્સટાઈલ પર ખરીદદારી સાથે કવરેજ શરૂ કર્યુ છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3700 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.