Today's Broker's Top Picks: જીએમઆર એરપોર્ટ, 360 વન, વરૂણ બેવરેજીસ, ઓઈલ ઈન્ડિયા છે બ્રોકરેજના રડાર પર | Moneycontrol Gujarati
Get App

Today's Broker's Top Picks: જીએમઆર એરપોર્ટ, 360 વન, વરૂણ બેવરેજીસ, ઓઈલ ઈન્ડિયા છે બ્રોકરેજના રડાર પર

જેફરિઝે GMR એરપોર્ટ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 106 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીએ નાગપુર એરપોર્ટના ડેવલપમેન્ટ, ઓપરેશન માટે કન્સેશન એગ્રીમેન્ટ કર્યા. નાગપુર એરપોર્ટ હાલમાં પ્રમાણમાં નાનું છે.

અપડેટેડ 11:31:17 AM Oct 10, 2024 પર
Story continues below Advertisement
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –

GMR એરપોર્ટ પર જેફરિઝ

જેફરિઝે GMR એરપોર્ટ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 106 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીએ નાગપુર એરપોર્ટના ડેવલપમેન્ટ, ઓપરેશન માટે કન્સેશન એગ્રીમેન્ટ કર્યા. નાગપુર એરપોર્ટ હાલમાં પ્રમાણમાં નાનું છે. ભારતના જિયોગ્રાફિક સેન્ટરમાં નાગપુર સ્ટ્રેટેજિક મહત્વ ધરાવે છે. કંપનીના રેવેન્યુ શેર્સ 14.49% પર આકર્ષક,કંપની પાસે 100% ઓનરશીપ છે. આ કરારથી કંપનીનો મજબૂત ગ્રોથ જોવા મળશે.


360 ONE પર UBS

યુબીએસે 360 વન પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1250 રૂપિયા પ્રતિશેર નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે બધા બિઝનેસમાં કોર ARR આવક અને AUM ગ્રોથ ઝડપી છે. ઉચ્ચ ઓપરેટિંગ લીવરેજ અને રિકવરીથી કોર પ્રોફિટેબલ થવાની અપેક્ષા છે. નવા બિઝનેસ એવેન્યુઝ- HNWI અને ગ્લોબલ બિઝનેસમાં અપસાઈડ જોખમ છે. FY24માં RoE 24.5%થી વધુ સુધરવાની અપેક્ષા છે. FY27માં 32% અને FY29માં 36-37% રહેવાની અપેક્ષા છે.

વરૂણ બેવરેજીસ પર HSBC

એચએસબીસીએ વરૂણ બેવરેજીસ પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 780 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે બોર્ડે ₹7,500 કરોડ માટે QIPને મંજૂરી આપી. 4% ઇક્વિટી ડિલ્યુશન છે. કંપની રકમનો ઉપયોગ દેવું ચુકવવા, મજબૂત ગ્રોથ માટે કરશે. ઝડપી ROIC વિસ્તરણ શક્ય છે.

ઓઈલ ઈન્ડિયા પર મોતીલાલ ઓસવાલ

મોતીલાલ ઓસવાલે ઓઈલ ઈન્ડિયા પર ખરીદદારીની સલાહ આપી છે. તેમણે તેના પર લક્ષ્યાંક 720 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY27માં સ્ટેન્ડઅલોન બિઝનેસ ટ્રેડિંગ 7ગણું છે. પ્રોડક્શન ગ્રોથ આઉટલુકમાં સુધારો થશે. FY24-27માં 9% CAGR રહેવાની અપેક્ષા છે. રિફાઇનરી ક્ષમતાનું વિસ્તરણ, નવી CG ડ્રાઇવિંગની માંગ છે.

ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

Trading Tips| જાણો નિષ્ણાંતોની પસંદગીના શેર્સ, ડબલ ડિજિટ કમાણી માટે આ સ્ટૉક્સ પર રાખો નજર

MoneyControl News

MoneyControl News

First Published: Oct 10, 2024 11:31 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.